હાઉસિંગ લોન પરની ચુકવણી બતાવીને તમે કરલાભ મેળવી શકો છો. આ માટે તમારે વર્ષમાં એક વખત ઈસ્યુ કરવામાં આવતું ઈન્કમ ટેક્સ સર્ટીફિકેટ મેળવવુ જરૂરી છે.વર્ષ દરમિયાન વ્યાજની કુલ રકમ અને પરત ચુકવવામાં આવતી મૂડીથી તે બનેલ હશે. પોતાના કબજામાં રહેલી પ્રોપર્ટીને લઈ કરલાભનો દાવો કરવો જરૂરી છે.

વ્યક્તિગત આવક વેરા રિટર્નના ભાગરૂપે તમારે તે રજૂ કરવું જરૂરી છે અને ત્યારબાદ તમારી જવાબદારીની ગણતરી કરવી.

નાણાકીય વર્ષના હાલના નિયમો હેઠળ મંજૂરી યોગ્ય મહત્તમ રકમની તપાસ કરવાનું યાદ રાખો.

A. એ. કર લાભો

I . આવક વેરા અધિનિયમ 1961 હેઠળ

a) હાઉસિંગ લોન મેળવનારાઓને લાભ:
i.) આવક વેરા અધિનિયમ, 1961ની કલમ 24(b)ની બીજી જોગવાઈ હેઠળ 1લી એપ્રિલ,1999 બાદ હાઉસ પ્રોપર્ટીના હસ્તાંતરણ/બાંધકામ હેતુ માટે ઉપલબ્ધ લોન પર વ્યાજ તરીકે કરવામાં આવતી ચુકવણી રૂ.1,50,000/- સુધી કપાત કે બાદ મળે છે. આ ઉછીની મૂડીની તારીખથી 3 વર્ષમાં બાંધકામ/હસ્તાંતરણ પૂર્ણ થઈ જવાના સંજોગોમાં જ આ લાભ મળે છે.

ii.) જો પ્રોપર્ટી ઉછીની રકમથી હસ્તગત કરવામાં આવી હોય અથવા બાંધકામ કરવામાં આવ્યું, તો હસ્તાંતરણ અથવા બાંધકામ કરવામાં આવી હોય તે પ્રોપર્ટી પર અગાઉના સમય ગાળા માટે આ પ્રકારની લોન પરનું વ્યાજ બાંધકામ/હસ્તાંતરણના વર્ષ પછી તરત આવતા ચાર વર્ષમાંથી સમાન હપ્તાથી બાદ મળશે.

iii.) નાણાં ઉછીના લેવામાં આવેલ છે અને પ્રોપર્ટીનું હસ્તાંતરણ/બાંધકામ કરવામાં માટે વ્યાજ ચુકવવાપાત્ર છે તેવો નિર્દેશ કરતું સર્ટીફિકેટ મળવાના સંજોગોમાં ધિરાણ મેળવનારને ઉપર દર્શાવવામાં આવેલ
(i) અને (ii) પ્રમાણેની બાદ મળે છે.

iv.) આવક વેરા અધિનિયમ, 1961ની કલમ 80સી હેઠળ રૂ.1,00,000/- ની વધુ રકમ વ્યક્તિગત અને એચયુએફ માટે હાઉસંગ લોન પરની મૂળ રકમની પરત ચુકવણી બાદ મેળવવા પાત્ર છે.

II. સંપત્તિ વેરા અધિનિયમ, 1957

એ) સંપત્તિ વેરા અધિનિયમ, 1957ની કલમ 5 (1) હેઠળ પોતાના કબ્જામાં રહેલી એક સંપત્તિ તરીકે કરદાતા તે રાખી શકે છે અને સંપત્તિ વેરામાંથી સંપત્તિને લગતા કરવેરામાંથી માફી મંજૂરી યોગ્ય છે.

બી) જો કરદાતા એક કરતાં વધારે પ્રોપર્ટી ધરાવતો હોય તો બીજી પ્રોપર્ટી પર વેલ્થ ટેક્સ રુલ્સ 1958 પ્રમાણે સંપત્તિ વેરો ગણવામાં વશે અને રૂ.15,00000/- કરતાં વધારે મૂલ્ય સંપત્તિ વેરા માટે કરપાત્ર બને છે. જોકે ઉપરોક્ત મિલકત સામે કોઈ જવાબદારી હોય તો કરપાત્ર સંપત્તિની ગણતરી કરતાં પહેલા તે બાદ મળે છે.

સી) જો કરદાતા એક કરતાં વધારે પ્રોપર્ટી ધરાવતા હોય અને બીજી પ્રોપર્ટી 300 દિવસ કરતાં વધારે સમયમાં નિકાલ કરવામાં આવી હોય તો આ પ્રકારની પ્રોપર્ટી કરપાત્ર સંપત્તિની ગણતરી માટે લાયક મિલકત તરીકે ગણવામાં આવતી નથી.

B. કર અસરો

કરદાતા દ્વારા સંપત્તિનું પઝેશન મેળવવામાં આવ્યું હોય તે નાણાકીય વર્ષ પૂર્ણ થવાથી પાંચ વર્ષની મુદત પૂરી થતા પહેલા કરદાતા દ્વારા કલમ 80 c હેઠળ દાવો કરવામાં આવ્યો હોય તે પ્રોપર્ટીને તબદિલ કરેલી હોવી જોઈએ. ત્યારપછી ટ્રાન્સફરના વર્ષમાં બાદ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં અને ટ્રાન્સફર કરવામાં આવેલ હોય તે વર્ષમાં કરદાતાની આવકમાં તેને ઉમેરવામાં આવશે અને તે પ્રમાણે કરની ગણતરી કરવામાં આવશે.

કંપનીના રેસિડેન્ટ મેમ્બરને

B. આવક વેરા અધિનિયમ,1961 હેઠળ

1.) સ્થાનિક કંપનીઓ પાસેથી મળેલી ડિવિડન્ડની આવકને આવક-વેરા અધિનિયમ,1961ની કલમ 10 (34) હેઠળ માફી મળે છે.

2.) નીચેની શરતોનું પાલન થવાને આધિન કાયદાની કલમ 10 (38) હેઠળ શેરધારકો 12 મહિના કરતાં વધારે સમય માટે કંપનીના શેરો ધરાવતા હોય તેમને લાંબા ગાળા માટે મૂડીગત લાભ ની ચુકવણી કરવાની જવાબદારી બનતી નથી.:

(a) આ પ્રકારના ઈક્વિટી શેરોના વેચાણ વ્યવહારો પહેલી ઓક્ટોબર,2004ના રોજ અથવા બાદમાં થયેલા હોવા જોઈએ.

(b) આ વ્યવહારો નાણાં અધિનિયમ (નંબર.2) ધારો,2004ના પ્રકરણ VII હેઠળ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગુ પડેલ હોવો જોઈએ.
વ્યક્તિગત અને એચયુએફના કેસમાં સેક્શનની શરતો દર્શાવવામાં આવી છે, જ્યાં ટૂંકા ગાળાના મૂડીગત લાભો તરીકે કુલ આવકને બાદ મળે છે,જેની મહત્તમ રકમ કર સ્વરૂપે વસુલવાપાત્ર નથી, ત્યારબાદ આ પ્રકારના ટૂંકા ગાળાના મૂડીગત લાભોની રકમને બાદ કરવામાં આવશે, જે કરપાત્ર ન હોય તેવી મહત્તમ રકમમાં કુલ રકમ તરીકે ગણવામાં આવશે. ટૂંકા ગાળાના મૂડીગત લાભોના બેલેન્સ પરનો કર દસ ટકાના દરથી ગણવામાં આવશે.

3.) કંપનીના શેરો ટ્રાન્સફર કરવામાંથી ટૂંકા ગાળા માટે મળતા મૂડીગત લાભો પર નીચે દર્શાવવામાં આવેલ શરતોનું પાલન થાય તેવા સંજોગોમાં કલમ 111એ હેઠળ 10 ટકાના દરે કર ચુકવણીની જવાબદારી બને છે :

(a) પહેલી ઓક્ટોબર,2004ના રોજ અથવા ત્યારબાદ ઈક્વટી શેરના વેચાણ વ્યવહાર દાખલ કરવામાં આવેલ હોવા જોઈએ.

(b) નાણાં (નંબર 2) અધિનિયમ,2004ના પ્રકરણ VII હેઠળ વ્યવહાર સિક્યોરીટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વસુલીને પાત્ર બનતો હોવો જોઈએ.
વધુમાં કંપનીના શેરોના જાહેર ભરણાને પણ મૂડી લાયક ઈસ્યુ તરીકે લાયક ગણવામાં આવશે અને મૂડીગત લાભો જો કંપનીના શેરોમાં રોકાણ કરવામાં આવ્યા હોય તો કાયદાની કલમ 54 EDના લાભ માટે લાંબા ગાળાના મૂડીગત લાભોને માન્ય રહેશે.

સંપત્તિ વેરા અધિનિયમ,1957 હેઠળ (વેલ્થ ટેક્સ એક્ટ,1957)

સ્થાનિક કંપનીમાં ધારણ કરવામાં આવેલ શેરો સંપત્તિ-વેરા અધિનિયમ,1957 હેઠળ મિલકત ગણવામાં આવતી નથી, આમ ઉપરોક્ત શેરો ધરાવનારને તેના પર વેલ્થ ટેક્સની ચુકવણી કરવાની જવાબદારી રહેતી નથી.

કંપનીના બિન-નિવાસી સભ્યોને

C. આવક વેરા અધિનિયમ,1961 હેઠળ

1.) કાયદાની કલમ 115 C હેઠળ બિન નિવાસી ભારતીય દ્વારા ઈનકન્વર્ટીબલ ફોરેન એક્સચેન્જ માટે કંપનીના શેરો હસ્તગત કરવામાં આવે અથવા ભરણુ ભરવામાં આવે ત્યારે બિન નિવાસી ભારતીયને શેર ટ્રાન્ફરથી થતા મૂડીગત લાભો 12 મહિનાથી વધુ સમય ગાળા માટે હોવાના સંજોગોમાં કાયદા પ્રમાણે તેના પરનો કર 10 ટકાના દરે હોય છે (તે ઉપરાંત સરચાર્જ અને એજ્યુકેશન સેસ). (કાયદાની કલમ 115 Dની જોગવાઈઓને દર્શાવવામાં આવી હોઈ શકે છે).2.) આવક વેરા અધિનિયમ,1961ની કલમ 115 Fહેઠળ ઉપર વિભાગ 1માં દર્શાવવામાં આવ્યા પ્રમાણે તેમને/તેણીએ તબદિલીની તારીખથી 6 મહિનાની અંદર આવકવેરા ધારા,1961ની કલમ 115સી(એફ)માં વ્યાખ્યાયિત ચોક્કસ મિલકતોમાં તમામ અથવા અમુક ભાગનું રોકાણ કરેલ હોય તો તેને સંપૂર્ણપણે/અંશિક પ્રમાણમાં આવકવેરામાંથી માફી મળશે.હસ્તાંતરણની તારીખથી ત્રણ વર્ષમાં ચોક્કસ કે દર્શાવવામાં આવેલ મિલકતને રોકડમાં ટ્રાન્સફર કરવામાં આવી હોય અથવા કન્વર્ટ કરવામાં આવી હોય તો કરવેરામાંથી માફી આપવામાં આવેલ આ રકમ કલમ 115Fફ(2)ની જોગવાઈઓ હેઠળ કર વસુલાતપાત્ર બનશે.

3.) કાયદાની કલમ 115Gની જોગવાઈ હેઠળ બિન-નિવાસી ભારતીયની એકમાત્ર મિલકતની આવક હસ્તાંતરણ, ખરીદી અથવા ઈનક્નવર્ટીબલ ફોરેન એક્સચેન્જમાં આવકનું રોકાણ અથવા લાંબા ગાળાના મૂડીગત લાભો અથવા બન્નેથી આવક થતી હોય તો ઈન્કમ રિટર્ન રજૂ કરવું જરૂરી બનશે નહીં અને કરમુક્તિ મેળવવાપાત્ર સ્રોતમાંથી તે બાદ મળે છે.

4.) કાયદાની કલમ 115-I પ્રમાણે બિન-નિવાસી ભારતીય (જેમ કે વ્યક્તિગત રીતે ભારતનો નાગરિક અથવા મૂળ ભારતીય નાગરિક કે જે “વસવાટ” નથી કરતો) આવક વેરા ધારા,1961ના ચાર્ટર XII-A ની જોગવાઈથી ઈલેક્ટ થયેલ ન હોવો જોઈએ અન્યથા તેની/તેણીની આવક કાયદાની અન્ય જોગવાઈઓ પ્રમાણે આવકમાં ગણવામાં આવશે અને વસુલાત કરવામાં આવશે.

5.) કાયદાની કલમ 10(34)ની જોગવાઈ પ્રમાણે સ્થાનિક કંપનીમાંથી ડિવિડન્ડની આવકને કાયદાની કલમ 115-ઓને આધિન શેરધારકને કરમાંથી માફી મળે છે.

6.) કરવેરામાં રાહત આપવા અથવા કંપનીના શેરોમાં કરેલા રોકાણમાંથી થતી આવકને માફી આપવા ભારત દ્વારા અન્ય કોઈ દેશ સાથે ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ (ડીટીએ) કરવામાં આવ્યા હોય ત્યારે આવક વેરા અધિનિયમ,1961ની વિવિધ જોગવાઈ હેઠળ આ લાભદાયી જોગવાઈઓ માન્ય રહેશે.

સંપત્તિ વેરા અધિનિયમ,1957

સ્થાનિક કંપનીના રાખવામાં આવેલ શેર સંપત્તિ વેરા અધિનિયમ 1957 હેઠળ “મિલકત“ નથી. માટે શેર ધરાવનાર વ્યક્તિને સંપત્તિવેરો ભરવાની જવાબદારી રહેતી નથી.

વિદેશી સંસ્થાગત રોકાણકારોને (એફઆઈઆઈ)

D. આવક વેરા અધિનિયમ, 1961 હેઠળ

1.) કાયદાની કલમ 115AD (1)(b) (ii) હેઠળ બાર મહિના કરતાં ઓછા સમય માટે કંપનીના ધારણ કરવામાં આવેલ શેરોને ટ્રાન્સફર કરવાથી શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન દ્વારા થતી આવક @ 30% (વત્તા લાગુ પડતો સરચાર્જ) કરપાત્ર બનશે.

2.) કાયદાની કલમ 115 AD (1)(b) (ii) હેઠળ કંપનીના ધારણ કરવામાં આવેલ શેરોને ટ્રાન્સફર કરવાથી લોંગ ટર્મ કેપિટલ ગેઈન દ્વારા થતી આવક @ 10% (વત્તા લાગુ પડતો સરચાર્જ) કરપાત્ર બનશે.

3.) કંપનીના શેરોમાંથી ડિવિડન્ડ સ્વરૂપે મળતી આવકને આવક વેરા અધિનિયમ,1061ની કલમ µ/s. 10(34) અંતર્ગત મુક્તિ મળે છે.

4.) કરવેરામાં રાહત આપવા અથવા કંપનીના શેરોમાં કરેલા રોકાણમાંથી થતી આવકને માફી આપવા ભારત દ્વારા અન્ય કોઈ દેશ સાથે ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ (ડીટીએ) કરવામાં આવ્યા હોય ત્યારે આવક વેરા અધિનિયમ,1961ની વિવિધ જોગવાઈ હેઠળ આ લાભદાયી જોગવાઈઓ માન્ય રહેશે.

નોંધ :

i) નાણાં અધિનિયમ, 2005 દ્વારા કરવામાં આવેલ સુધારા પ્રમાણે ઉપરોક્ત તમામ લાભો વર્તમાન કર કાયદા પ્રમાણે છે.

ii) કર લાભોની વર્તમાન સ્થિતિ કંપની પાસે છે અને તેના શેરધારકોને માત્ર સામાન્ય માહિતી આપવાના હેતુથી જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વ્યક્તિગત કર વ્યવસ્થાને ધ્યાનમાં રાખી દરેક રોકાણકારે તેમની સામેલગીરીના મુદ્દે ચોક્કસ કર વ્યવસ્થા અંગે પોતાના કર સલાહકાર સાથે મસલત કરવા સલાહ આપવામાં આવે છે.

iii) ઉપર આપવામાં આવેલ કર લાભોની યાદી સંપૂર્ણ નથી અને કંપની તરફથી કરવામાં આવેલ વિગત અને રજૂઆતો પર આધારીત છે. આ અભિપ્રાય તૈયાર કરવા તમામ વ્યાજબી કાળજી રાખવામાં આવી છે, કોઈ વ્યક્તિને નુકસાન થાય અથવા કોઈ ભૂલ બદલ એમ.પી.ચિતલે એન્ડ કંપની જવાબદારી સ્વીકારતી નથી.

iv) આવક વેરા અધિનિયમ,1961 (કાયદો)ની આ કલમો સિવાય અન્ય કલમની માહિતીને ધ્યાનમાં લેવી.

કંપની માટે

A. એ.આવક વેરા અધિનિયમ,1961 હેઠળ

1. આવક વેરા અધિનિયમ,1961ની કલમ 112ની જોગવાઈને અનુરુપ અને તેને આધિન કંપનીને થતા લાંબા લાંબા ગાળાનો મૂડી લાભ પર 35% (વત્તા લાગુ પડતો સરચાર્જ) સામાન્ય દરને બદલે કંપનીને નીચે દર્શાવવામાં આવેલ કર લાગુ પડે છે.

  • જો લાંબા ગાળાના મૂડીગત લાભની સૂચીકરણ @ 20% (વત્તા લાગુ પડતા સરચાર્જ) સાથે ગણતરી કરવામાં આવે.
  • જો મૂડીગત લાભને સૂચીકરણ@ 10% (વત્તા લાગુ પડતા સરચાર્જ) વગર ગણતરી કરવામાં આવે.

આ વિભાગમાં દર્શાવવામાં આવેલ ચોક્કસ શરતોનું પાલન થવાને આધિન ચોક્કસ બોન્ડ/જામીનગીરીઓમાં મૂડી લાભની રકમનું રોકાણ કરવામાં આવ્યું હોય તો કંપની લાંબા ગાળાના મૂડીગત લાભો µ/s. 54 ઈસી અને 54 ઈડી માટે દાવો કરવા હક્કદાર છે.

2. કાયદાની કલમ 10 (38) પ્રમાણે બાર મહિના કરતાં વધુ સમય ગાળા માટે કંપનીના ધારણ કરવામાં આવેલ શેરોને લઈ કંપની નીચેની શરતોનું પાલન થવાના સંજોગોમાં લાંબા ગાળાના મૂડીગત લાભોની ચુકવણી કરવા જવાબદાર નથી;
(a) આ પ્રકારના ઈક્વિટી શેરના વેચાણનો વ્યવહાર 1લી ઓક્ટોબર,2004ના રોજ અથવા ત્યારબાદ દાખલ થયેલ હોવો જોઈએ.

(b) નાણાં (નંબર 2) અધિનિયમ 2004ના પ્રકરણ VII હેઠળના વ્યવહારને સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સને પાત્ર બને છે.

3. કલમ 111એ પ્રમાણે કંપનીના ઈક્વિટી શેરો ટ્રાન્સફર કરવાથી ટૂંકા ગાળા માટે થતો મૂડીગત લાભ નીચે દર્શાવવામાં આવેલ શરતોનું પાલન થવાના સંજોગોમાં 10 ટકા (વત્તા લાગુ થવાપાત્ર સરચાર્જ અને એજ્યુકેશન સેસ) દરથી કરપાત્ર બનશે:
(a) આ પ્રકારના ઈક્વિટી શેર વેચાણનો વ્યવહાર 1લી ઓક્ટોબર,2004ના રોજ અથવા બાદમાં દાખલ થયેલ હોવો જોઈએ.

(b) નાણાં (નંબર 2) અધિનિયમ 2004ના પ્રકરણ VII હેઠળ વ્યવહાર સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સને પાત્ર બને છે.

4. અવશોષિત કારોબાર /લાંબા ગાળાના મૂડીગત નુકસાન અને ભથ્થાના લાભો.

કંપનીને થયેલા અવશોષિત નુકસાન/ભથ્થા કાયદા હેઠળ ત્યારપછીના વર્ષોમાં આવક સામે સેટ ઓફ કરવા આગળ લઈ જાય છે, જે નીચે પ્રમાણે છેઃ

i કાયદાની કલમ 72 પ્રમાણે કંપની જે પ્રથમ વર્ષે નુકસાનની ગણતરી કરી હોય તે આકરણી વર્ષ પછીના આઠ આકરણી વર્ષોના ગાળા દરમિયાન અવશોષિત નુકસાનને આગળ લઈ જઈ શકે છે.

ii કાયદાની કલમ 32 પ્રમાણે કંપની અગાઉના વર્ષોના અવશોષિત ઘસારા એલાઉન્સને અચોક્કસ અવધિ માટે કાયદાની જોગવાઈ હેઠળ કારોબારની આવક સામે ભાવી વર્ષો માટે આગળ લઈ જઈ શકે છે.

iii કાયદાની કલમ 74 પ્રમાણે કંપની કાયદા હેઠળ લાંબા ગાળાના મૂડીગત લાભો સામે ભાવી વર્ષોમાં સેટ ઓફ કરવા પ્રથમ વખત નુકસાનની ગણતરી કરી હતી તે આકરણી વર્ષ પછી આવતા આઠ આકરણી વર્ષના ગાળા માટે લાંબા ગાળાના મૂડીગત અવશોષિત નુકસાનને આગળ લઈ જઈ શકે છે.

5. કંપની આવક વેરા અધિનિયમ,1961 µ/s 36(1) (viii) પ્રમાણે લાંબા ગાળા માટે કરવામાં આવતા ધિરાણના કારોબારમાંથી તેને થતા નફા પૈકી 40 ટકા નફો કપાત કે બાદ કરવાનો અધિકાર ધરાવે છે. કપાત કે બાદની રકમના પ્રમાણને વધારવા ખાસ અનામત ઊભુ કરવું અને તેને જાળવવું તે કંપન માટે જરૂરી હોવાથી ઉપરોક્ત જણાવેલ કપાતની રકમ આ શરતને આધિન છે.જો આ પ્રકારના અનામત ખાતે લઈ જવામાં આવેલી કુલ રકમ ભરપાઈ થયેલી શેરમૂડી અને કંપનીના સામાન્ય અનામત કરતાં બમણી હોય તો માત્ર આવી રકમ કપાત કે બાદ માટે નિયંત્રિત છે.
6. આવક વેરા અધિનિયમ,1961ની કલમ 10(34) હેઠળ સ્થાનિક કંપનીઓ પાસેથી મળેલ ડિવિડન્ડની આવક કર માફીપાત્ર છે.

7. કાયદાની કલમ 10 (35) હેઠળની જોગવાઈ પ્રમાણે અને તેને આધિન કંપનીના હાથ પર રહેલી નીચે દર્શાવવામાં આવેલ આવક માફી ધરાવશેઃ
i) કાયદાની કલમ 10ની કલમ (23ડી) હેઠળ ખાસ મ્યુચ્યુઅલ ફંડના એકમોમાંથી મળેલ આવક અથવા

ii) ખાસ વહિવટકર્તા હેઠળના એકમો પાસેથી મળેલ આવક અથવા

iii) ચોક્કસ કંપની પાસેથી એકમો બાબતે પ્રાપ્ત થયેલી આવક.

સંપત્તિ વેરા અધિનિયમ,1957.

કંપનીની માલિકી હેઠળની કેટલીક મિલકતો પર 1% દરથી સંપત્તિ વેરા અધિનિયમ,1957ની જોગવાઈ પ્રમાણે કંપની રૂ.15 લાખની બેઝીક માફીને આધિન સંપત્તિ વેરો ચુકવવાની જવાબદારી ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*
Website