આપણા પૈકી મોટાભાગના લોકો લોનની રકમ આપવાનો નિર્ણય કેવી રીતે કરવામાં આવે છે તે અંગે વાકેફ હોતા નથી. ઘણી વખત આપણે જોઈએ છીએ કે બે વ્યક્તિ એક જ કંપનીમાં એક સમાન પગારથી કામ કરતા હોય છે પરંતુ નાટ્યાત્મક રીતે તેમને લોન પેટે અલગ-અલગ રકમ મળે છે. તો આવું કેવી રીતે શક્ય બને?

લોન માટેની યોગ્યતાનો બે અલગ-અલગ ગણતરી પર આધાર રહેલો છે

  • પ્રત્યેક મહિને તમને પરવડે તે રીતે લોનની રકમની પરત ચુકવણી
  • પ્રોપર્ટીની કિંમતની ટકાવારી.

ચાલો પ્રથમ ગણતરીને જોઈએઃ પરત ચુકવણીની ક્ષમતા

લોનની પરત ચુકવણીની ક્ષમતાનો આધાર તમારી કુલ આવક અને ખર્ચ પર રહેલો છે.ધારો કે તમારી માસિક આવક રૂ.20,000 છે, અને તમારો માસિક ખર્ચ રૂ.12,000 છે એટલે તમે લીધેલી કોઈ પણ લોન રૂ.8,000 સુધી ચુકવી શકો છો.

શું તે એટલી સરળ છે?

ના, પરંતુ તે પાયારૂપ છે. પરત ચુકવણીની ક્ષમતાને અન્ય પરિબળો પણ અસર કરી શકે છે. દાખલા તરીકે, જો તમે હવે તમારા મકાનના માલિક બનશો ત્યારે તમે ભાડાની ચુકવણી પર પ્રત્યેક મહિને રૂ.2,000 ની બચત કરી શકો છો, આમ તમારી લોન પરત ચુકવણીની ક્ષમતા વધી જશે (રૂ.8000 + રૂ.2000), જેથી લોન તરીકે તમે જે રકમ મળવાપત્ર હોય તેમાં નોંધપાત્ર વધારો થાય છે, આ ઉપરાંત સમાન રકમ માટેની લોનની પરત ચુકવણી લાંબી અવધિમાં અસર પામતી હોવાથી એટલી જ આવક માટે લાંબી મુદતની લોનની યોગ્યતા વધી જાય છે.

આવક તરીકે શું ધ્યાનમાં લેવામાં આવે છે?

લોન લેવા માંગતી વ્યક્તિની આવક નિર્ધારણ માટે કેટલાક મૂળભૂત નિયમો નીચે આપવામાં આવ્યા છેઃ સામાન્ય રીતે નીચે દર્શાવવામાં આવેલ આવકને આવકની કેટેગરીમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી.

  • મેડિકલ રીઈમ્બર્સમેન્ટ, પર્ફોમ્સ બોનસ, અથવા એલટીએ વગેરે નિરંતર સમય માટે ઉપલબ્ધ હોતા નથી, અથવા તે અસંગત રકમ માટે હોય છે.
  • વ્યાજની આવક, તે નિયમિત આવકનો સ્રોત છે તેવું જ્યાં સુધી સાબિત કરી શકાય નહી
  • ઓવરટાઈમ, એક સમાન કારણો માટે
  • બિન-ચકાસણી સ્રોતમાંથી થતી કોઈ પણ કમાણી જેમ કે એક્સપેન્સ વાઉચર્સ,ભાડાની આવક વગેરે, આ આવકો સતત અને સ્થિર છે તે દસ્તાવેજી રીતે સાબિત ન થાય તો.

સ્વરોજગારીના વ્યવસાયિકો માટે, કેટલાક દસ્તાવેજો અલગ-અલગ હોય, અને કેટલેક અંશે માપદંડો અલગ-અલગ હોય.

સંયુક્ત માલિકીની પ્રોપર્ટી હોવાના કેસમાં લોન પરત કરવાની ક્ષમતાની આંકરણી માટે બન્ને અરજદાર, અને સહ-અરજદારની આવકને ભેગી ગણવામાં આવે છે.

હાલની લોન

જો તમે હાલમાં કોઈ લોન ધરાવતા હોવ તો તે લોન પરત ચુકવણીની ક્ષમતાને અસર કરી શકે છે, કારણ કે હાલની લોન પરના ઈએમઆઈથી તમારી ખર્ચપાત્ર આવક (ઉપરોક્ત ઉદાહરણમાં રૂ.8000)માં ઘટાડો થશે. સામાન્ય રીતે 6 મહિના જેટલી ટૂંકી મુદતની લોનને ધ્યાનમાં લેવામાં આવતી નથી.

મુદત

જ્યારે તમે એવુ માનતા હોવ કે મુદત લંબાવીને તમે લોનની રકમ માટેની યોગ્યતાને વધારી શકો છો ત્યારે આ માર્ગ અંગેની મર્યાદાઓને સમજવી ઘણી જરૂરી છે.

અરજી સમયે તમારી ઉંમર પર લોનની મહત્તમ મુદતનો આધાર રહેલો છે. પગારદાર કર્મચારીઓ માટે આ વય 58 વર્ષ/60 વર્ષ (તમારી કંપનીમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ નિવૃતિ) થી વધવી જોઈએ નહીં તેમ જ સ્વરોજગારીના વ્યવસાયિકો માટે 65 વર્ષથી વધવી જોઈએ નહીં.

આ બાબતોને ધ્યાનમાં રાખી મહત્તમ સંભવિત મુદત મહત્તમ રકમની યોગ્યતાને સુનિશ્ચિત કરશે.

અમારી પાસે  એક ઈએમઆઈ ગણનયંત્ર ટૂલ છે, જે તમારી માસિક પરત ચુકવણીના વિકલ્પો માટે અંદાજીત રકમ મેળવવામાં મદદરૂપ બનશે.

ચોક્કસ રકમ અંગે જાણકારી માટે કૃપા કરી અમને કોલ કરો, અથવા અમારી મુલાકાત કરો, તમને માહિતી આપતા અમને ખુશી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*
Website