છેવટે જ્યારે તમને ચેક મળે છે તે સમગ્ર પ્રક્રિયાનો સૌથી શ્રેષ્ઠ ભાગ છે. આ ત્યારે જ બને છે જ્યારે પ્રોપર્ટી કાનૂની રીતે ક્લિયર હોવાનો નિર્ણય કરવામાં આવે અને આપના દ્વારા માલિકી તબદિલી માટેના તમામ દસ્તાવેજો આપી દેવામાં આવ્યા હોય. આ તબક્કે જ્યારે પ્રોપર્ટીની કિંમતને લઈ તમારા યોગદાન સ્વરૂપે રકમની ચુકવણીનો પૂરાવો આપવો તે પણ એટલો જ મહત્વનો છે.

રીસેલર, અથવા બિલ્ડર, સોસાયટી અથવા વિકાસ સત્તામંડળના નામથી ચેક બનેલો હશે. જો નિર્ધારીત પ્રૂફ આપવામાં આવ્યા હશે તેવા અપવાદરૂપ સંજોગોમાં તમને સીધો જ ચેક આપવામાં આવશે.

સામાન્ય રીતે પ્રોપર્ટીના બાંધકામની પ્રક્રિયાને આધારે લોનની રકમ આપવામાં આવે છે. જેનો અર્થ એવો થાય છે કે લોનની રકમની ફાળવણી સંપૂર્ણ (ફ્લેટ પુનઃવેચાણના કિસ્સામાં) અથવા આંશિક (નવુ બાંધકામ અથવા જાતે બાંધકામ કરેલ હોય તેવા કેસમાં) સ્વરૂપે હોઈ શકે છે. દરેક વિકલ્પમાં રકમની ફાળવણીની વિવિધ પ્રક્રિયા હશે.

લોન રકમની થોડી ફાળવણી

જયારે લોનના અમુક ભાગની ફાળવણી કરવામાં આવે છે ત્યારે ઈએમઆઈ તરત જ શરૂ થતા નથી. તે સામાન્ય રીતે પ્રિ-ઈએમઆઈ તરીકે શરૂ થાય છે. તેમાં લોન પેટે ફાળવવામાં આવેલ રકમ પર સાદુ વ્યાજ જ હોય છે. આ તબક્કે તમારે તમામ પ્રિ-ઈએમઆઈ ચેક (પીઈએમઆઈ) માન્ય છે અને તે ક્યારે રજૂ કરવામાં આવ્યા છે તેની ખાતરી કરી લેવી જોઈએ.

લોનની સંપૂર્ણ ફાળવણી

રીસેલ પ્રોપર્ટીના સંજોગોમાં અથવા કબજા માટે પ્રોપર્ટી તૈયાર હોય ત્યારે બિલ્ડર અથવા સેલરની તરફેણમાં સમગ્ર રકમની ફાળવણી કરવામાં આવે છે. તમારા બિલ્ડર અને ધિરાણકર્તા વચ્ચે પસાર થયેલા તમામ દસ્તાવેજોની ફોટોકોપી રાખો.

લોન રકમની ફાળવણી કરી દેવામાં આવ્યા બાદ તમામ મૂળ દસ્તાવેજો અમને સોંપી દેવામાં આવે તેવી તમારી પાસે અપેક્ષા રાખવામાં આવે છે, આમ દસ્તાવેજો ટ્રાન્સફર બાદ આપવામાં આવે છે. તમારે ચુકવણીની રસીદ પણ આપવી જોઈએ. તે તમારી ફાઈલમાં રહેલા લોન દસ્તાવેજનો એક મહત્વનો ભાગ છે.

તમારી પ્રોપર્ટીએ હાઉસિંગ સોસાયટીનો ભાગ હોય તેવા સંજોગોમાં તમારા નામની તરફેણમાં ફ્લેટ ટ્રાન્સફર કરવા અને તમારા નામથી તમને શેર સર્ટીફિકેટ ઈસ્યુ કરવા સોસાયટીને કહેવું જોઈએ. તમારી બૂકમાં માલિકીપણાની તબદિલીની નોંધ કરો.

તબદિલી શેર સર્ટીફિકેટ પણ લોન દસ્તાવેજીકરણનો એક ભાગ બને છે, અને આમ તે અમારી સમક્ષ ફાઈલ કરવું જોઈએ.

પરત ચુકવણી કેવી રીતે કરવી

સામાન્ય રીતે ફાળવવામાં આવેલ લોનની રકમ અને જે તે સ્કીમને આધારે તમને 12, 24 અથવા 36 મહિનાના સમય ગાળા માટે પોસ્ટ ડેટેડ ચેક (પીડીસી) અંગે કહેવામાં આવશે.

તમારો હપ્તો સીધો જ તમારા પગારમાંથી બાદ થઈ જાય તેમ હોય તો તમારા માલિક (કંપની) તરફથી આ વ્યવસ્થાની માન્યતા આપતા એક પત્રની તમારે જરૂર રહેશે, અને આ રકમ સીધી જ અમને મળી જશે.

તમારી બેન્ક તમારા પગાર ખાતામાંથી તમારા લોન ખાતામાં સીધી જ રકમ જતી રહે તેવી તમને સુવિધા આપી શકે છે.

અને હા, તમે ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા રોકડેથી ઈએમઆઈ પણ ડિપોઝીટ કરી શકો છો.

તમે અમારા શાખાઓ ખાતે ચૂકવણી કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*
Website