એક વખત તમારી અરજીની પ્રક્રિયા થઈ જાય એટલે લોનની રકમનો આધાર વિનંતી અને લોન પરત કરવાની તમારી ક્ષમતા પર રહેલ છે. લોનની અંતિમ રકમ કે જેના માટે તમે હક્કદાર થયા છે તે અંગે તમારો સંપર્ક કરવામાં આવશે. ત્યારબાદ તમને એક મંજૂરી પત્ર પાઠવવામાં આવશે,જેમાં આપવામાં આવેલ મંજૂરી અંતર્ગત નિયમો અને શરતોને દર્શાવવામાં આવેલ હશે. લોનની રકમ આપવામાં આવે તે અગાઉ આ નિયમો અને શરતો પૂર્ણ થવી જરૂર છે.

પ્રદાન પત્ર

ઓફર કરતાં પત્રમાં લોનની રકમ, વ્યાજ દર, મુદત, પરત ચુકવણીની પદ્ધતિ અને અન્ય વિગતો તથા ચોક્કસ શરતો દર્શાવવામાં આવશે.

ત્યારપછી અમે રજૂ કરેલ નિર્ધારીત ફોર્મેટમાં તમારે સ્વીકૃતિ પત્ર આપવાનો રહેશે, જેમાં મંજૂરી પત્રના નિયમો અને શરતોમાં આપવામાં આવ્યા પ્રમાણેના કોઈ પણ દસ્તાવેજો તે સાથે આપવાના રહેશે. આ તબક્કા સુધી તે તમારી લોન દરખાસ્તની માત્ર નાણાકીય મંજૂરી છે. તમે ઓફર સ્વીકારો અને કાનૂની રીતે ગીરો લાગુ પાડો તેમ જ તકનીકી મંજૂરી મેળવ્યા બાદ લોનની રકમ આપવામાં આવશે.

કાનૂની દસ્તાવેજો રજૂ કરવા

એક વખત ઓફરનો સ્વીકાર કરો એટલે તમારે જ્યાં સુધી લોનની સંપૂર્ણપણે પરત ચુકવણી ન થઈ જાય ત્યાં સુધી વસુલાત તરીકે રાખી મુકવા પ્રોપર્ટીના મૂળ દસ્તાવેજો અમને આપવા જરૂરી છે.

કરાર પર હસ્તાક્ષર

પ્રક્રિયા પ્રમાણે એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવા જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*
Website