મારી લોનની યોગ્યતા અને લોનની રકમ અંગે તમે કેવી રીતે?

લોન માટે પાત્ર થવા તમે આવક મેળવતા ભારતીય નાગરિક હોવા જોઈએ જે તેનો પ્રાથમિક માપદંડ છે. ઉંમર, લાયકાત, સ્થિરતા અને આવકની સાતત્યતા, જવાબદારીની પરત ચુકવણી,પરત ચુકવણીનો ઈતિહાસ, મિલકતો અને જવાબદારીઓ વગેરે લોનની મર્યાદા અને માર્જીનની જરૂરિયાત કંપનીની મંજૂર કરવામાં આવેલ નીતિને આધિન હોય છે.

શું હાલની લોન મારી લોનની યોગ્યતા પર અસર કરી શકે છે?

હા, તમે આવકના સંતોષજનક પૂરાવા પૂરા ન પડો તો તે અસર કરી શકે છે. લોન માટેની યોગ્યતા નક્કી કરતી વખત તમારી હાલની લોનને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

જો હું હાલની લોનની પરત ચુકવણી કરી દઉં તો શું લોન માટેની મારી લાયકાત અને પ્રમાણ વધી શકે છે?

જો તમે હાલની લોનની પરત ચુકવણી કરી દો તો તમારા હાથમાં આવતી ચોખ્ખી ખર્ચપાત્ર આવક વધી જાય, જે વધુ લોન માટે તમને યોગ્ય બનાવે છે.

લોન માટેની લાયકાત સુધી પહોંચવા શું મારી પત્ની/અન્ય સહ અરજદારની આવકને ધ્યાનમાં લેવામાં આવશે?

હા, ઉપર દર્શાવવામાં આવ્યા પ્રમાણે આ આવક પત્ની/અન્ય સહ અરજદાર પર આધારીત હોવી જોઈએ અને તે માટે તે ફીટ બેસતા હોવા જોઈએ.

મારા નોકરીદાતા સ્ટાફ હાઉસિંગ લોન સ્કીમને બદલે સબસિડી સ્કીમમાં રસ ધરાવે છે. લોનની યોગ્યતા અંગે નિર્ણય કરતી વખતે શું તમે તે ધ્યાનમાં લેશો?

હા, તેનાથી તમારી લોન મર્યાદા અને જરૂરી માર્જીનને આધિન તમારી લોનની યોગ્યતા વધશે.

મે મારા નોકરીદાતા પાસેથી ધિરાણ મેળવેલ હોય તો શું હું હાઉસિંગ લોન મેળવી શકું છું?

હા, જો તમે કેન્દ્ર/રાજ્ય/જાહેર સાહસમાં નોકરી કરતાં હોવા અને તમારા નોકરીદાતાની કેટલીક બાબતોમાં સહમતિ હોય તો તમે લોન માટે યોગ્યતા ધરાવો છો. કૃપા કરી ધિરાણ મેળવવા પ્રોપર્ટીને લગતા કારોબારના સ્થળ અને લોનના કુલ પ્રમાણ અંગે તપાસ કરવી જરૂરી છે અને બન્ને લોનનું કુલ પ્રમાણ લોન મર્યાદાથી વધવી જોઈએ નહીં, માર્જીન લોનની લાયકાતને આધિન છે.

હું નવી કંપનીમાં જોડાવા જઈ રહ્યો છું. મારી હાલની કે નવી આવક પૈકી તમે કઈ આવક ધ્યાનમાં લેશો ?

ચોક્કસપણે, તમને નવા નોકરીદાતા પાસેથી મળતી આવકને ધ્યાનમાં લેવામાં આવશે.

મારે હવે નિવૃત થવાને થોડા વર્ષો બાકી છે. શું હું લોન માટે યોગ્યતા ધરાવી શકું છુ?

હા, અમે ઓછામાં ઓછા ૫ વર્ષની મુદત માટે તમારો કેસ ધ્યાનમાં લઈ શકીએ છીએ અને તમારે નિવૃતિ સુધીમાં લોનની પરત ચુકવણીની આ જવાબદારી પૂરી કરવાની રહેશે.

શું આપ એનઆરઆઈને લોન આપો છો? વિદેશી પાસપોર્ટ ધારક ભારતીય મૂળની વ્યક્તિઓને હાઉસિંગ લોન મળી શકે છે?

હા, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની લાગુ પડતી માર્ગદર્શીકા પ્રમાણે વિદેશી પાસપોર્ટ ધરાવતા ભારતીય મૂળની વ્યક્તિઓ લોન માટેની યોગ્યતા ધરાવે છે.

લોન માટે તમે જામીનગીરી તરીકે શું લો છો?

અમારા દ્વારા સૂચિત ધિરાણ માટે પ્રાથમિક જામીનગીરી સ્વરૂપે પ્રોપર્ટી મોર્ગેજ રહેશે. જોખમની આંકરણી પર આધારીત એલઆઈસી પોલિસી, એનએસસી,એફડી, અન્ય સ્થાવર મિલકત,વ્યક્તિગત બાંહેધરી વગેરે જામીનદાર વગેરે જરૂરી છે.

શું એગ્રીમેન્ટ રજીસ્ટર્ડ થયેલા હોવા જરૂરી છે?

હા, તે તમારા પોતાના હિતમાં છે અને કાનૂની રીતે તમારે એગ્રીમેન્ટ/દસ્તાવેજ પર સ્ટેમ્પ લગાવવા અને નોંધણી કરવી આવશ્યક છે.

જ્યારે પ્રોપર્ટીને ગીરો મુકવામાં આવે છે તો મારી પરત ચુકવણીની ક્ષમતાને કેમ તપાસવામાં આવે છે?

નાદાર થવાના સંજોગોમાં પ્રોપર્ટીનું વેચાણ કરી શકાય છે! લોન કરાર એ કાનૂની રીતે બંધિકાર કરતો દસ્તાવેજ છે. ગીરોને ધ્યાનમાં લીધા વગર ધિરાણકર્તા દ્વારા લોન લેનાર પાસેથી બાકી નિકળતી રકમ વસુલ કરી શકે છે. ગીરો મિલકતથી ઝડપભેર વસુલાત કરવામાં મદદ મળે છે. ઘર મેળવવાના સ્વપ્નને સાકાર કરવા માટે લોન આપવામાં આવે છે. ઓછા માર્જીનની જરૂરિયાતને લીધે રોકાણ સંબંધિત જોખમ વધારે હોય તો અનુભવો દર્શાવે છેકે કેટલાક હપ્તાની પરત ચુકવણી કંપનીને કટોકટી તરફ દોરી જાય છે. આ પ્રકારની સ્થિતિમાં તમારી આવકની ક્ષમતા કંપનીના ધિરાણ સંબંધિત જોખમને નિવારી શકે છે. જોકે મોર્ગેજ સામે લોન આપવા અલગ પ્રોડક્ટ ઉપલબ્ધ છે. કૃપા કરી બ્રાન્ચના સ્થળને તપાસો

જ્યારે પ્રોપર્ટી ગીરો મુકવામાં આવી હોય છે તો બાંહેધરીદારો શાં માટે લેવામાં આવે છે?

ગીરોનું અમલીકરણ તમારી સંપત્તિના કાયમી નુકસાન તરફ દોરી જાય છે, આ પ્રકારનો અમારો કોઈ ઉદ્દેશ કે ઈરાદો હોતો નથી. આ પ્રકારના કેસમાં બાંહેધરીદારો તમારા બચાવમાં આગળ આવે છે.

લોન માટે તમારે કયાં દસ્તાવેજોની જરૂર હોય છે?

દસ્તાવેજની યાદી માટે અહીં ક્લિક કરો.

શું તમે મારી પસંદગીના આવાસ નક્કી કરવા મદદ કરી શકો છો?

કૃપા કરી નજીકના સ્થળ અથવા સહાયકનો સંપર્ક કરો.

પ્રિ ઈએમઆઈ અને ઈએમઆઈ શું છે?

પ્રિ ઈએમઆઈ એક સાદુ વ્યાજ છે,જે તમારે આપવામાં આવેલ લોન પર ચુકવવાનું હોય છે. આ વ્યાજ લોનની અંતિમ વહેચણીની તારીખ સુધી પ્રત્યેક મહિને ચુકવવાપાત્ર છે. ઈએમઆઈ મૂળ રકમ અને વ્યાજથી બનેલ સમાન માસિક હપ્તા છે.

શું હું મારી લોનને નિર્ધારીત દરની લોનમાંથી વેરિએબલ રેટ લોન અને વાઈસ વર્સામાં તબદિલ કરી શકું છું?

તમે નજીવી ફી ભરી કંપનીની નીતિને આધિન તમારી લોનની સ્કીમ બદલી શકો છો.

શું હું મારી નિર્ધારિત મુદત અગાઉ લોનની પરત ચુકવણી કરી શકું છું?

તમે નિર્ધારીત મુદત અગાઉ લોનની પરત ચુકવણી કરી શકો છો. અમુક ભાગની પરત ચુકવણી માટે કોઈ ચાર્જીસ નથી. જોકે નિર્ધારીત સમય અગાઉ લોન બંધ કરવા માટે કેટલાક ચાર્જીસ હોય છે.

શું હું લોન પરના કર લાભ મેળવી શકું છું?

કર લાભો માટે કૃપા કરી અહીં ક્લિક કરો.

શું આ નીતિઓ ફેરફાર કરવાને આધિન છે?

આ નીતિઓની યોગ્ય સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે.

ચુકવણીપાત્ર ફી શું હોય છે?

દરેક ગ્રાહકે બિલકુલ નજીવી પ્રોસેસિંગ ફી અને એડમિનિસ્ટ્રેટીવ ફીની ચુકવણી કરવાની હોય છે. આ ચોક્કસ રકમ અંગે માહિતી મેળવવા કૃપા કરી તમારી નજીકની બ્રાન્ચનો સંપર્ક કરો.

જીઆઈસીએચએફ લિમિટેડ પાસેથી મળતી લોનના ખાસ લાભો કયાં છે?

જીઆઈસીએચએફ પાસેથી મળતી લોનની મૂલ્ય વર્ધિત બાબતો નીચે પ્રમાણે છે
  • આકસ્મિક મૃત્યુના સંજોગોમાં લોન લેનારને મફત વીમો.
  • આગ અને તેની સાથે સંકળાયેલ જોખમ સામે પ્રોપર્ટીને મફત વીમો.
  • મુદત પૂર્ણ થવા અગાઉ લોનની અમુક પરત ચુકવણી પર કોઈ ચાર્જીસ નહીં. લોનની મુદત દરમિયાન તેની પરત ચુકવણી કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*
Website