જીઆઈસી હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ, (જીઆઈસીએચએફએલ)એ તેના ગ્રાહકો સાથે કારોબારી વ્યવહારોમાં પારદર્શિતા પૂરી પાડવા સંહિતાનો સ્વીકાર કરેલો છે.

 • ઉદ્દેશો :
  1. ગ્રાહકો સાથે વ્યવહાર કરવામાં લઘુત્તમ ધોરણો સ્થાપિને સારી અને વાજબી કામગીરીને પ્રોત્સાહન આપવું;
  2. ગ્રાહક કેવા પ્રકારની વ્યાજબી સેવાઓની અપેક્ષા રાખે છે તે સારી રીતે સમજી શકે તે માટે પારદર્શિતા વધારવી;
  3. બજાર પરિબળોને પ્રોત્સાહન આપવું. સ્પર્ધા મારફતે કામગીરીના ઉચ્ચ ધોરણો હાંસલ કરવા;
  4. ગ્રાહક અને જીઆઈસીએચએફએલ વચ્ચે વાજબી અને સારા સંબંધને પ્રોત્સાહન આપવું;
   ગૃહ ધિરાણ વ્યવસ્થામાં વિશ્વાસને પ્રોત્સાહન આપવો.
  • સંહિતા અમલીકરણઃ  

   જીઆઈસીએચએફએલના તમામ કર્મચારીઓ અને એવી વ્યક્તિઓ કે જે તેમના કારોબારનું અધિકૃત રીતે પ્રતિનિધિત્વ કરતાં હોય તેમને સૌને આ સંહિતા લાગુ પડશે.

 • જવાબદારીઓઃ
  જીઆઈસીએચએફએલ ગૃહ ફાયનાન્સ ઉદ્યોગમાં પ્રચલિત પ્રમાણભૂત પદ્ધતિઓને હાંસલ કરવા માટે, સંપૂર્ણતા અને પારદર્શકતા નૈતિક સિદ્ધાંત પર તમામ વ્યવહારમાં વ્યાજબી રીતે કામ કરવા માટે આ કોડનું પાલન કરશે.જીઆઈસીએચએફએલ ગ્રાહકને સમજાવવા કોઈ પણ પ્રકારની સંદિગ્ધતા વગર સ્પષ્ટ માહિતી પૂરી પાડશે:

  1. ઉત્પાદનો અને સેવાઓને વ્યાજ અને સર્વિસ ચાર્જીસ સહિત તેના નિયમો અને શરતો સાથે એકસાથે રજૂ કરાશે.
  2. ગ્રાહક માટે ઉપલબ્ધ લાભો.

  જો કોઈ ભૂલ થતી હશે તો જીઆઈસીએચએફએલ વ્યવહારોને ઝડપી પાર પાડશે અને સહાનુભૂતિપૂર્વક ભૂલને સુધારી લેશે. ગ્રાહકની ફરિયાદો તરફ ધ્યાન આપી તેને ઉકેલવાનો આ સંહિતાના ઉદ્દેશો છે.

  જીઆઈસીએચએફએલ તમામ વ્યક્તિઓની માહિતીને ખાનગી અને ગોપનિય રાખશે અને કોઈ કાયદા અથવા સરકારી સત્તાવાળા કે જેમાં નિયમનકારો અથવા ક્રેડિટ એજન્સિ અથવા ગ્રાહકની પરવાનગીને આધિન માહિતી આપવાની જરૂરિયાતને બાદ કરતાં કોઈ પણ ત્રીજા પક્ષકારને આ માહિતી તબદિલ કરશે નહીં.

  જીઆઈસીએચએફએલ કારોબારના વ્યવહાર શરૂ કરવાને અગ્રિમતા આપવા લોન લેનારા અને નવા ગ્રાહકોને વિનંતીને આધારે સંહિતાની નકલ પૂરી પાડશે.

  જીઆઈસીએચએફએલ ઉંમર, વંશ,જાતિ, લિંગ, વૈવાહિક દરજ્જો, ધર્મ અથવા અક્ષમતાના આધારે તેના ગ્રાહકો સાથે કોઈ ભેદભાવ રાખશે નહીં. અલબત જો કોઈ નિયંત્રણો હોય તો લોન પ્રોડક્ટમાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે,જેને ધ્યાનમાં લઈ અરજીની પ્રક્રિયાને આગળ જારી રાખવામાં આવશે.

 • જાહેરાત અને પારદર્શિતાઃ

  જીઆઈસીએચએફએલ આ મારફતે વ્યાજ દરો, સામાન્ય ફી અને ચાર્જીસ અંગે માહિતી પૂરી પાડશેઃ
  a.    શાખાઓમાં ધ્યાન પર લાવીને;
  b.    ટેરિફ સ્કીમ પૂરી પાડીને.
 • એડવર્ટાઈઝીંગ,માર્કેટીંગ અને સેલ્સઃ 

  જીઆઈસીએચએફએલ ખાતરી આપે છે કે તમામ જાહેરાતો અને પ્રમોશનલ મટેરિયલ સ્પષ્ટ છે, અને ગેરમાર્ગે દોરનાર નથી. જ્યારે વ્યક્તિગત રીતે ઉત્પાદનોના વેચાણ માટે ગ્રાહકોનો સંપર્ક કરવામાં આવે ત્યારે વ્યવહારીક સંહિતા સેલ્સ એસોસિએટ્સ/કંપનીના પ્રતિનિધિઓને પણ લાગુ પડે છે.

 • ક્રેડિટ રેફરન્સ એજન્સિઓ:જીઆઈસીએચએફએલ આ આધાર પર ગ્રાહક વિશેની માહિતી ક્રેડિટ રેફરન્સ એજન્સિઓને આપશેઃ-
  a. ખાતુ ખોલવા
  b. ગ્રાહક તેના/તેણીની ચુકવણીમાં પાછળ પડી જાય
  c. ગ્રાહક પાસે બાકી નિકળતી રકમ સામે કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હોય.
  d. ગ્રાહક સામે કાનૂની સંશાધનો મારફતે પતાવટ કરવામાં આવેલ દેવા.

  જો કાનૂની દ્રષ્ટિએ જરૂરી જણાય અથવા ગ્રાહક તેમ કરવા માટે તેની/તેણીની પરવાનગી આપે તો જીઆઈસીએચએફએલ ગ્રાહકના ખાતા વિશેની ક્રેડિટ રેફરન્સ એજન્સિઓને અન્ય માહિતી આપી શકે છે.

 • વસુલાત અને બાકી લેણુઃ 

  જ્યારે લોન આપવામાં આવે છે ત્યારે જીઆઈસીએચએફએલ રકમ, મુદત, પરત ચુકવણીની અવધિ દ્વારા ગ્રાહકને પરત ચુકવણીની પ્રક્રિયા સમજાવે છે. આમ છતાં જો ગ્રાહક લોનની પરત ચુકવણીના સમય પાલન નહીં કરે તો બાકી રહેલી વસુલાતની રકમ મેળવવા કાનૂની આશ્રરો લેવામાં આવશે અને તે પ્રમાણે આગળની પ્રક્રિયા કરવામાં આવશે. પ્રક્રિયા હેઠળ ગ્રાહકને યાદ અપાવવા નોટીસ પાઠવવામાં આવશે અથવા વ્યક્તિગત મુલાકાત અને /અથવા જામીનગીરી ફરી કબજામાં લેવા જેવા પગલાં ભરવામાં આવી શકે છે.

  બાકી નિકળતી રકમ મેળવવા જીઆઈસીએચએફએલના સ્ટાફ અથવા કંપનીનું પ્રતિનિધિત્વ કરતી અધિકૃત વ્યક્તિ અથવા/અને જામીનગીરીને ફેર કબ્જામાં લેવા જાતે જ ઓળખવામાં આવશે અને જીઆઈસીએચએફએલ દ્વારા જારી કરવામાં આવેલ અધિકૃત પત્રને દર્શાવવામાં આવશે. વિનંતીને આધારે જીઆઈસીએચએફએલ અથવા જીઆઈસીએચએફએલના સત્તાવાળા દ્વારા જારી કરવામાં આવેલ ઓળખ કાર્ડ તેમને બતાવશે. કંપની ચુકવણીની બાકી રકમ અંગેની તમામ માહિતી ગ્રાહકને પૂરી પાડશે.
  પારસ્પરીત સ્વીકૃતિ અને સુઆયોજીત પદ્ધતિથી વસુલાતની બાકી રકમ અંગેના વિવાદ અથવા મદભેદને ઉકેલવા તમામ મદદ કરવામાં આવશે.

  બાકી નિકળતી રકમની વસુલાત માટેની મુલાકાત સમયે શિષ્ટાચાર અને ઔચિત્યને જાળવવામાં આવશે.

 • નો યોર કસ્ટમર (કેવાયસી) માર્ગદર્શિકાઃ 

  જીઆઈસીએચએફએલ કેવાયસી માર્ગદર્શિકા કે દિશાસૂચનો અંગે તેના ગ્રાહકો માહિતી આપશે તેમ જ લોનની મંજૂરી, ખાતુ ખોલવા અને કામગીરી કરતાં પહેલા ગ્રાહકની ઓળખને સ્થાપિત કરવા જરૂરી દસ્તાવેજો અંગે તેમને માહિતી આપશે.કંપનીના કેવાયસી, એન્ટી-મની લોન્ડરિંગ અથવા અન્ય કોઈ પણ કાનૂની જરૂરિયાતનું પાલન કરવા જીઆઈસીએચએફએલ માહિતી મેળવશે. આ ઉપરાંત વધારાની માહિતી મેળવવા કહેવામાં આવે તો આ પ્રકારની અલગથી માહિતી મેળવવા આવશે અને વધારાની માહિતી હાંસલ કરવા ચોક્કસ ઉદ્દેશ રજૂ કરવામાં આવશે.

 • ડિપોઝીટ ખાતાઃ 

  વ્યાજ દર, વ્યાજ અરજીની પદ્ધતિ, થાપણોના નિયમો, પાકતી મુદત અગાઉ ઉપાડ, થાપણો સામે લોન, નોમિનેશન સુવિધા વગેરે.

 • લોનઃજીઆઈસીએચએફએલ દ્વારા લોન પરત ચુકવણીની ક્ષમતાની આંકરણીઃ

  જો જીઆઈસીએચએફએલ ગ્રાહકને લોન પૂરી પાડી શકે તેમ ન હોય તો, તે લોન મંજૂર નહીં થવા બદલના કારણોની લેખિત જાણ કરવામાં આવશે.જો ગ્રાહક તેમના/તેણીની જવાબદારીઓ માટે કોઈ વ્યક્તિ પાસેથી જીઆઈસીએચએફએલ જામીનગીરી અથવા બાંહેધરી સ્વીકારે તેવું ઈચ્છે તો કંપની તે વ્યક્તિને ગેરન્ટી અથવા અન્ય જામીનગીરી આપતી વ્યક્તિને તેની આર્થિક બાબતો અંગેની ગુપ્ત માહિતી આપી શકે છે અથવા કંપની તેના કાનૂની સલાહકારને માહિતી આપી શકે છે.

 • લોન અને તેની પ્રક્રિયા માટે અરજીઓઃ
  1. લોન પ્રોડક્ટની તપાસ સમયે જીઆઈસીએચએફએલ લાગુ પડતા વ્યાજદરો અંગે માહિતી પૂરી પાડશે. આ ઉપરાંત જો કોઈ ફી/ચાર્જીસ હોય, કોઈ લાગુ પડતી પ્રોસેસિંગની ચુકવણી, પ્રિ-પેમેન્ટ વિકલ્પો તથા ચાર્જીસ અને લોન લેનારના હિતને અસર કરતી બાબત અંગે માહિતી પૂરી પાડવામાં આવશે.
  2. લોન અરજીની પ્રક્રિયા માટે અરજી સમયે જરૂરી તમામ દસ્તાવેજો અને માહિતી જીઆઈસીએચએફએલને આપવાના રહેશે. આ ઉપરાંત વધારાની કોઈ માહિતીની જરૂર હશે તો જીઆઈસીએચએફએલ ગ્રાહકનો સંપર્ક કરશે.
  3. અરજી સમયે જીઆઈસીએચએફએલને લોન અરજીની પ્રક્રિયા કરવા જરૂરી તમામ દસ્તાવેજો આપવાના રહેશે.
  4. જો વધારાની કોઈ માહિતીની જરૂર પડે તો જીઆઈસીએચએફએલ ગ્રાહકનો સંપર્ક કરશે. ત્યારબાદ જીઆઈસીએચએફએલ નિયમો અને શરતો સાથે લોન મંજૂરીની ગ્રાહકને જાણ કરશે. ગ્રાહક કોઈ પણ ખર્ચ વગર માન્ય લોન દસ્તાવેજનો એક સેટ પોતાની પાસે રાખવાનો હક્ક ધરાવે છે.
  5. જીઆઈસીએચએફએલ ધિરાણ આપવામાં લિંગ, જાતી અને ધર્મને આધારે કોઈ ભેદભાવ રાખશે નહીં. તેમ છતાં સમાજના વિવિધ વિભાગો માટે તૈયાર કરવામાં આવેલી સ્કીમોમાં ભાગ લેવા કે તેની રચના કરવાથી જીઆઈસીએચએફએલ અટકાવતું નથી.
  6. લોનની રકમને તબિદલ કરવાની વિનંતીને આધિન પ્રક્રિયા એ જીઆઈસીએચએફએલની વિવેકબુદ્ધિને આધિન છે, જે સામાન્ય સંજોગોમાં લોન લેનાર અથવા બેન્ક/નાણાકીય સંસ્થાઓ પાસેથી રહેશે. ચુકવણીને રદ્દ/વેગ આપવા અથવા સમજૂતી હેઠળ દેખાવ અથવા વધારાની જામીનગીરી માંગવા અંગે નિર્ણય કરતાં પહેલા જીઆઈસીએચએફએલ લોન લેનારને લોન સમજૂતીને સુસંગત નોટીસ પાઠવશે. જીઆઈસીએચએફએલ લોન લેનાર સામે કોઈ પણ કાયદેસરના અધિકાર અથવા દેવુ ચુકવાય નહીં ત્યાં સુધી મિલકત કબજામાં રાખવાના અધિકાર ને આધિન દેવાની તમામ રકમની પરત ચુકવણી માટે અથવા લોનની બાકી રકમની આવક ઉભી કરવા જીઆઈસીએચએફએલ તમામ જામીનગીરીઓ છુટી કરશે. જો આ પ્રકારના અધિકારનો ઉપયોગ કરવામાં આવે તેવા સંજોગોમાં લોન લેનારને બાકીના દાવાની પૂર્ણ ભરપાઈ કરવા તેમ જ દાવાની પતાવટ/ચુકવણી સંબંધિત જામીનગીરી જાળવી રાખવા કંપનીના અધિકાર હેઠળની શરતોને આધિન લોન લેનારને નોટીસ પાઠવવામાં આવશે.
 • જામીનદારોઃ 

  જ્યારે વ્યક્તિને લોનના જામીનદાર તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારે જીઆઈસીએચએફએલ નીચે દર્શાવવામાં આવેલ મુદ્દા અંગે તેમને/તેણીને માહિતી આપશે.-

  1. જામીનદાર તરીકે જવાબદારીની શરતોને દર્શાવતો પત્ર/ડીડ.
  2. લોન લેનાર દ્વારા લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ જવાના સંજોગોમાં જામીનદાર તરીકે તે/તેણીના વલણ અંગે જીઆઈસીએચએફએલ તેમને/તેણીને માહિતગાર કરશે.
 • શાખા બંધ/સ્થળ બદલી (શિફ્ટીંગ): 

  જીઆઈસીએચએફએલ તેમની શાખા ઓફિસ બંધ/તબદિલ થવાના સંજોગોમાં ગ્રાહકને નોટીસ આપશે.

 • ફરિયાદઃ 

  જીઆઈસીએચએફએલ કાયદાને આધિન રહી ગ્રાહકને સંતોષ થાય તેવા પ્રયાસ કરશે, જે માટે નીતિઓ અને પ્રક્રિયાનો સ્વીકાર કરેલો છે.આમ છતાં ફરિયાદના કોઈ કીસ્સામાં ગ્રાહક તેનું/તેણીનું ખાતુ જ્યાં ધરાવે છે તે શાખાના સ્થળે જઈ કામગીરીના ઈન-ચાર્જ સમક્ષ જઈ શકે છે અને ઈન-ચાર્જ પાસે રહેલ ‘ફરિયાદ પત્રક’ માં ફરિયાદ નોંધી શકે છે.

  ફરિયાદની નોંધ કરવા બદલ ગ્રાહક ફરિયાદ નંબર અને તારીખ મેળવશે,જે ગ્રાહકને ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગી બનશે.

  ફરિયાદના ઉકેલ માટે ગ્રાહક સંબંધિત સ્થળ અંગે લેખિત જાણ કરી શકે છે અથવા આ અંગે સંપર્ક કરી શકે છે ( સ્થળોની યાદી માટે કૃપા કરી વેબસાઈટ પર લોગ ઓન કરો - www.gichfindia.com )

  પ્રતિભાવ અસંતોષજનક રહે અથવા કોઈ જવાબ ન મળે તેવા સંજોગોમાં ગ્રાહક પત્ર દ્વારા નીચે દર્શાવવામાં આવેલ સરનામા પર પોતાની ફરિયાદ મોકલી શકે છેઃ-

  પત્ર દ્વારાઃ

  વાઈસ પ્રેસિડેન્ટ
  જીઆઈસી હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ.
  યુનિવર્સલ ઈન્સ્યોરન્સ બિલ્ડિંગ, ત્રીજો માળ,
  સર પી એમ રોડ, ફોર્ટ,
  મુંબઈ 400 001.

  ઈમેઈલઃ corporate@gichf.com

 • સામાન્યઃ 

  જીઆઈસીએચએફએલ ઉપર દર્શાવેલ સંહિતાઓમાં સંહિતાના મૂળ સ્વરૂપને અસર ન કરે તે રીતે સુધારો કરવા/સ્વરૂપ બદલા/ફેરફાર કરવા તેમ જ યોગ્ય સમયે માહિતીમાં સુધારો કરવાનો સુરક્ષિત અધિકાર ધરાવે છે. ફેરફાર/સુધારા ગ્રાહકના લાભ અને માહિતી હેતુ શાખા/કોર્પોરેટ ઓફિસની નોટીસ બોર્ડ પર દર્શાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*
Website