અમારી પાસેથી  લોન મેળવવા  તમારે વિનંતી કરતું એક અરજી ફોર્મ ભરવું જરૂરી છે.આ ફોર્મ તમે અમારી કોઈ પણ શાખા પરથી મેળવી શકો છો અથવા તમે અહીંથી  ડાઉનલોડ કરી શકો છો..

આ ફોર્મમાં કેટલાક વિભાગો છે.

મુખ્ય અરજીઃ  અરજી ફોર્મના આ વિભાગમાં એક વિધિવત નિવેદન હોય છે, જેમાં ચોક્કસ સ્કીમ અંતર્ગત ચોક્કસ રકમની લોન અંગે પૂછવામાં આવે છે. વિવિધ સ્કીમ અંગે અહીં માહિતી જોવા મળે છે. here.

અરજદારોની સંખ્યાઃ  ઓછામાં ઓછો એક અરજદાર જરૂરી છે. જોકે સહ-અરજદાર હોય તે પણ ઘણી વખત શક્ય છે.

વ્યક્તિગત માહિતીઃ  દરેક અરજદાર અને સહ-અરજદારે તેમની વ્યક્તિગત માહિતી જેવી કે રહેઠાણની માહિતી, નોકરી અંગે માહિતી આપવી જરૂરી છે. તમારે પાન કાર્ડ અથવા મતદાર આઈડી નંબર રજૂ કરવો અને તમારી વાર્ષિક આવક જાહેર કરવી જરૂરી છે.

નાણાકીય માહિતીઃ  અરજદાર અને સહ અરજદારની મિલકતો અને જવાબદારીઓની યાદી દર્શાવતું એક સાદુ કોષ્ટક આપવું જરૂરી છે. આપવામાં આવેલા પગાર રસીદ, આવકવેરા રીટર્ન જેવા નાણાકીય દસ્તાવેજો સાથે તેને સરખાવવામાં આવશે અને તેને આધારે લોન તરીકે રકમ આપવામાં આવે છે. આ ઉપરાંત જો હાલમાં તમારે કોઈ લોન હોય તો તેની વિગત પણ આપવી જરૂરી છે.

પ્રોપર્ટીની માહિતીઃ  પ્રોપર્ટીનું સ્થળ, પ્રોપર્ટીના ટાઈટલ ક્લિયર છે કે નહીં, પ્લોટનો વિસ્તાર (જાતે મકાનનું બાંધકામ કર્યું હોય તેવા કેસમાં) અથવા ફ્લેટનો વિસ્તાર, તેમ જ ફોર્મમાં આ પ્રકારની અન્ય માહિતી ભરવી જરૂરી છે.

સામાન્ય જાહેરાતોઃ  પ્રોપર્ટીનો ઉપયોગ કેવી રીતે કરવાની જરૂર છે, અને હાલમાં પ્રોપર્ટીની પરિસ્થિતિ કેવી છે તે અંગે કેટલાક સરળ પ્રશ્નો છે.

ઓળખ: તમારી સાથે કામ કરતી હોય અથવા વ્યવસાયમાં તમને જાણતી હોય અને/અથવા યોગ્ય સમય ગાળા માટે વ્યક્તિગત ક્ષમતા ધરાવતી હોય તેવી ઓછામાં ઓછી બે વ્યક્તિની ઓળખાણ.

વધારાની માહિતીઃ  તમારા નિયમિત પગાર ખાતાની વિગતો પણ અરજી ફોર્મ સાથે આપવી જરૂરી છે.

ફોટોગ્રાફઃ  અરજદાર અને સહ અરજદારના ઓછામાં ઓછા એક ફોટા સાથે સહી રજૂ કરવી જરૂરી છે.

બાંયધરી આપનારનું ફોર્મઃ  બાંયધરી આપનાર દરેક વ્યક્તિની વ્યક્તિગત માહિતી, સંપર્ક માહિતી, અને નાણાકીય માહિતી રજૂ કરવી જરૂરી છે,આ એક અલગ ફોર્મ છે, જે તમે મુખ્ય અરજી ફોર્મ સાથે ડાઉનલોડ કરી શકો છો.

નોકરીદાતાની માહિતીઃ  તમે જે કંપનીમાં કામ કરો છો તે કંપની લિસ્ટેડ કંપની ન હોય અથવા ઘણી જાણીતી કંપની ન હોય તો કંપનીના કારોબારના પ્રકાર, સ્પર્ધકો,ઓફિસની સંખ્યા, ટર્નઓવર વગેરે અંગે ટૂંકી વિગત આપવી તે હંમેશા સૌથી સારો વિચાર છે. સામાન્ય રીતે વેબસાઈટ પર આપવામાં આવેલી કંપનીની પ્રોફાઈલ પૂરતી છે.

જ્યારે તમે જરૂરી દસ્તાવેજોની તમામ નકલો રજૂ કરી રહ્યા હોવ અને, તમારી અરજી રજૂ કરવા આવો ત્યારે મૂળ દસ્તાવેજો સાથે લાવશો તેની ખાતરી કરવા દસ્તાવેજોની તપાસ યાદીનો ઉપયોગ કરો.

બેન્ક સ્ટેટમેન્ટઃ  બેન્ક સ્ટેટમેન્ટ રજૂ કરવું જરૂરી છે, ઓછામાં ઓછા 12 મહિનાનો ગાળો યોગ્ય છે. બેન્ક વ્યવહારોની પ્રવૃતિનું સ્તર (વ્યવહારોની સંખ્યા અને પ્રકાર), સરેરાશ બેન્ક બેલેન્સ, ચેક રિટર્ન, ચેક બાઉન્સ, અને ચુકવણીનો સમયગાળો (જેમ કે ચોક્કસ સમયગાળામાં પગારની જમા થતી રકમ) વગેરેની તેઓ તપાસ કરે છે.

વ્યક્તિગત ચર્ચા :

સામાન્ય રીતે તમારી અમારા એક્ઝિક્યુટીવ સાથે મુલાકાત થશે, જે દરમિયાન લોનની આંકડાકીય માહિતી અને પ્રક્રિયા અંગે તમારી તમામ શંકાઓનું તમે નિરાકરણ લાવી શકશો. ઘણા કેસોમાં તમને વધારાના બાંહેધરીદારો અથવા વિગતો આપવા કહેવામાં આવી શકે શકે છે.

ચકાસણી:

તમારા દ્વારા ઉપલ્ધ કરાવવામાં આવેલ માહિતી અંગે ફીલ્ડ વેરિફિકેશન કરવામાં
•  આવશે, ખાસ કરીને રહેઠાણનું સરનામું
•  ઓફિસનું સરનામું
•  નોકરી અંગે ચકાસણી
•  બેન્ક ખાતાની ચકાસણી
•  રહેઠાણ અને ઓફિસના ટેલિફોન નંબર
•  પ્રોપર્ટી એડ્રેસ
•  નાણાકીય બાબત

Sઘણીવખત અરજી ફોર્મમાં તમારા દ્વારા આપવામાં આવેલ ઓળખ ની પણ ઝડપભેર તપાસ કરવામાં આવે છે. એક વખત પ્રમાણપત્રોની ખરાઈ કરી લેવામાં આવ્યા બાદ તમારી અને અમારી વચ્ચે વિશ્વાસ સ્થાપિત કરવો સરળ બની જાય છે.

લોન મંજૂરી

એક વખત તમારી અરજીની પ્રક્રિયા કરી લેવામાં આવે તેમ જ લોનની જે રકમ માટે અરજી કરવામાં આવી હોય અને પરત ચુકવણીની ક્ષમતાને આધારે તમારી સાથે લોનની અંતિમ રકમ અંગે તમારો સંપર્ક કરવામાં આવશે. આપવામાં આવેલ મંજૂરી હેઠળ નિયમો અને શરતો દર્શાવતો એક મંજૂરી પત્ર તમને પાઠવવામાં આવશે. લોનની રકમનું વિતરણ કરવામાં આવે તે અગાઉ આ શરતો અને નિયમો પૂર્ણ કરવા જરૂરી બનશે.

ઓફર લેટર:
ઓફર લેટરમાં લોનની રકમ, વ્યાજનો દર, મુદત, પરત ચુકવણીની પદ્ધતિ તથા વિગતો અને ખાસ શરતો દર્શાવવામાં આવશે.

મંજૂરી પત્રના નિયમો અને શરતોમાં દર્શાવવામાં આવેલ કોઈ દસ્તાવેજો સાથે અમારા દ્વારા નિર્ધારિત ફોર્મેટમાં તમારે સ્વીકૃતિ પત્ર આપવાનો રહેશે. તે તમારી લોન દરખાસ્તની માત્ર નાણાકીય મંજૂરી છે. તમારા દ્વારા ઓફર સ્વીકારવામાં આવે અને ગીરો કાનૂની રીતે લાગુ પડે તેમ જ ટેકનિકલી મંજૂર થાય ત્યારબાદ લોનની રકમની ફાળવણી કરવામાં આવશે.

કાનૂની દસ્તાવેજો રજૂ કરવા:
એક વખત તમે ઓફર સ્વીકારી લો એટલે જ્યાં સુધી લોનની સંપૂર્ણપણે પરત ચુકવણી ન થાય ત્યાં સુધી અમારી પાસે જામીનગીરીતરીકે રાખવા માટે તમારે પ્રોપર્ટીના મૂળ દસ્તાવેજો આપવા જરૂરી છે.
મિલકતની બાહેધરી જેવી શરતો પ્રમાણે કોઈ પણ દસ્તાવેજો જરૂરી છે, જે આ તબક્કે રજૂ કરવા જરૂરી છે.

કરાર પર હસ્તાક્ષર:
આ કરાર અને અન્ય દસ્તાવેજોના કારણે પ્રક્રિયા અનુસાર સહી કરવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*
Website