ડિરેક્ટર/સિનિયર મેનેજમેન્ટ માટે આચાર સંહિતા

આમુખ :

તમામ ડિરેક્ટર્સ અને મેનેજમેન્ટે તેમને આપવામાં આવેલ સત્તામાં રહીને કામ કરવું જોઈએ અને કંપની તથા શેરધારકોના શ્રેષ્ઠ હિતમાં માહિતીસભર નિર્ણયો લેવા જોઈએ તેમ જ નીતિઓ ઘડવી જોઈએ. તેમણે ફરજ પરાયણતાથી કામ કરવું જોઈએ.

કંપનીને જરૂરી છે તેવા ઉચ્ચ ધોરણોને જાળવવા સાથે બોર્ડની તમામ પ્રવૃતિમાં નીચે દર્શાવવામાં આવેલ નિયમો/આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. કંપની સંહિતાના હેતુથી પાલનકર્તા અધિકારી તરીકે કંપની સેક્રેટરીની નિમણૂંક કરે છે, જે પ્રશ્નોના જવાબ આપવા અને સંહિતાના આદર્શપણે પાલન કરવા ડિરેક્ટર અને સિનિયર મેનેજમેન્ટ સમક્ષ ઉપલબ્ધ રહેશે.

1. પ્રમાણિકતા અને વફાદારીઃ

તમામ ડિરેક્ટર્સ અને સિનિયર મેનેજમેન્ટ પ્રમાણિકતા,વફાદારી અને ઔચિત્યપૂર્ણ રીતે કંપની વતી અને તેના કર્મચારીઓ વતી તેમની કામગીરી કરશે. તમામ ડિરેક્ટર્સ અને સિનિયર મેનેજમેન્ટ તેમના સ્વતંત્ર નિર્ણયને સબોર્ડિનેટ કર્યા વગર પૂરતી કાળજી સાથે સારા માહોલમાં, પૂરી જવાબદારીપૂર્વક,યોગ્યતા અને ખંત સાથે કાર્ય કરવાનું રહેશે. ડિરેક્ટર અને મેનેજમેન્ટ કંપનીના શ્રેષ્ઠ હિતમાં કામ કરવાનું રહેશે અને વિશ્વાસ આધારિત જવાબદારીઓ પૂર્ણ કરવાની રહેશે.

2. હિતનું ઘર્ષણઃ

કંપની બોર્ડના ડિરેક્ટર્સ અને સિનિયર મેનેજમેન્ટ કંપની અથવા જૂથના હિતને નુકસાન પહોંચાડે તેવા કોઈ પણ પ્રકારના કારોબાર, સંબંધ અથવા પ્રવૃતિમાં સામેલ થશે નહીં.

ઘર્ષણ કોઈ પણ સ્થિતિમાં થઈ શકે છે. દરેક સંભવિત ઘર્ષણની સ્થિતિને આવરવાનું શક્ય નથી અને તે સમયે યોગ્ય અને અયોગ્યતાનો ભેદ કરવો સરળ રહેતો નથી. નીચે દર્શાવવામાં આવેલ સામાન્ય સંજોગોમાં હિતને સંઘર્ષ, વાસ્તવિકતા અથવા સંભાવના તરફ દોરી જાય છેઃ

  • ડિરેક્ટર્સ અથવા સિનિયર મેનેજમેન્ટે કંપનીના દેખાવ અથવા જવાબદારીને લઈ કોઈ પણ પ્રવૃતિ/રોજગારીમાં દરમિયાનગીરી કરવી જોઈએ નહીં અન્યથા કંપનીને લઈ વિવાદ અથવા ઘર્ષણ થઈ શકે છે. ડિરેક્ટર્સ અને સિનિયર મેનેજમેન્ટ તેમ જ તેમના કુટુંબે કંપની, ગ્રાહક, સપ્લાયર, ડેવલપર અથવા સ્પર્ધકને લઈ રોકાણ કરવું જોઈએ તેમ જ કંપની પ્રત્યેની જવાબદારી સાથે બાંધછોડ થાય તેવું રોકાણ કરવાથી દૂર રહેવુ જોઈએ.

    ડિરેક્ટર અને સિનિયર મેનેજમેન્ટ સંબંધિ અથવા એવી કંપની કે પેઢી સાથે કારોબાર કરવાથી દૂર રહેવુ કે જેની સાથે સંબંધિ કે હિતધારક પક્ષકાર ખાસ ભૂમિકામાં જોડાયેલ હોય.

જો આ પ્રકારના પક્ષકાર સાથે વ્યવહારને ટાળી શકાય તેમ ન હોય તો બોર્ડ સમક્ષ અથવા કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર સમક્ષ આ અંગે સંપૂર્ણ માહિતી રજૂ કરવી જરૂરી છે.

3. પાલનઃ

ડિરેક્ટર્સ અને સિનિયર મેનેજમેન્ટે તમામ લાગુપાત્ર કાયદા, નિયમો અને નિયમનોનું નૈતિક સ્વરૂપે અને અક્ષરસહ પાલન કરવું જરૂરી છે. કાયદેસરતા અને નૈતિક વર્તણુકને પ્રોત્સાહન માટે કંપનીને મદદ કરવા ડિરેક્ટર્સ અને સિનિયર મેનેજમેન્ટે કાયદા, નિયમો, નિયમન અથવા આચાર સંહિતાના સંભવિત ઉલ્લંઘન અંગે કંપની સેક્રેટરી સમક્ષ રજૂઆત કરવી જોઈએ.

4. અન્ય વ્યવસ્થાપકોઃ

કંપનીને એવું લાગે કે અન્ય કંપનીઓને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આપવામાં આવતી સેવાથી હિતના ઘર્ષણને લઈ પ્રશ્ન સર્જાઈ શકે છે અને માટે તમામ ડિરેક્ટર્સે આ પ્રકારના અન્ય બોર્ડ સાથેના સંબંધ અંગે વાર્ષિક ધોરણે અહેવાલ આપવો/માહિતી જાહેર કરવી જરૂરી છે. કંપનીનું એવું માનવું છેકે બોર્ડના કોઈ એક ડિરેક્ટર દ્વારા સ્પર્ધકને આપવામાં આવતી સેવા કંપનીના હિતમાં નથી.

5. માહિતીની ગુપ્તતાઃ

કંપનીના કારોબાર, તેના ગ્રાહકો અથવા સપ્લાયર્સ વગેરે અંગેની કોઈ પણ એવી માહિતી કે જે સાર્વજનીક ક્ષેત્રમાં આવતી નથી તેમ જ ડિરેક્ટર પાસે રહેલી આ પ્રકારની માહિતી ડિરેક્ટર ધરાવતા હોય અથવા તેમની પાસે હોય તેને ગોપનિય માનવામાં આવે છે અને તે પ્રત્યે ગુપ્તતા જાળવવામાં આવે છે, તે સત્તાવાર રીતે તે જાળવવામાં આવશે અને કાયદાકીય બાબતને આધિન માહિતી જાહેર કરવી જરૂરી રહેશે.
કોઈ પણ ડિરેક્ટર અને સિનિયર મેનેજમેન્ટ અખબાર કે પ્રસાર માધ્યમ અથવા અન્ય જાહેર માધ્યમોને કોઈ પણ ડિરેક્ટર અને સિનિયર મેનેજમેન્ટ દ્વારા કોઈ માહિતી પૂરી પાડવામાં આવશે નહીં, આ માટે ખાસ અધિકૃતતા જરૂરી છે.

6.ઈન્સાઈડર ટ્રેડિંગઃ

કંપનીના કોઈ પણ ડિરેક્ટર અને સિનિયર મેનેજમેન્ટ લાભ મેળવશે નહીં અથવા કંપની અંગે સાર્વજનીક ન હોય તેવી અને આંતરીક માહિતી કે જે તેમની પાસે હોય છે તે માહિતી મારફતે રોકાણ સંબંધિત સલાહ આપી અન્ય કોઈને લાભ પહોંચાડવા મદદ નહીં કરે. તમામ ડિરેક્ટરોએ સેબી દ્વારા જારી કરવામાં આવેલ ઈનસાઈડર ટ્રેડિંગની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

7. દાન અને ભેટઃ

કારોબાર મેળવવા (અથવા બિનસ્પર્ધાત્મકતા)ની તફેણ કરવા અથવા કારોબાર કરવા તરફથી નિર્ણય કરવાના ઈરાદાથી (અથવા રજૂ કરવામાં આવેલ ઈરાદાથી) કંપનીના કોઈ ડિરેક્ટર અને કંપનીના સિનિયર મેનેજમેન્ટ કોઈ પણ ભેટ, દાન, કોઈ પણ પ્રકારનો બદલો, સુવિધા, ગેરકાનૂની ચુકવણી અને યોગ્ય લાભનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્વીકાર કે ઓફર કરશે નહીં. ખાસ પ્રસંગે સામાન્ય પ્રકારની ભેટ-સોગાદોની સ્વીકાર્ય છે અને તે અંગે બોર્ડને જાણ કરવામાં આવે છે.

8. મિલકતોનું રક્ષણ-

ડિરેક્ટર્સ અને સિનિયર મેનેજમેન્ટે કંપનીની મિલકતો,શ્રમ અને માહિતીનું રક્ષણ કરવું જરૂરી છે અને તેનો વ્યક્તિગત હેતુ માટે ઉપયોગ કરી શકાય નહીં. આ માટે બોર્ડની મંજૂરી જરૂરી છે.

9. ગ્રાહક સાથેના સંબંધો -

ડિરેક્ટર્સ અને સિનિયર મેનેજમેન્ટે આપણા મનવંતા ગ્રાહકોના મૂલ્ય સર્જનમાં ઉપયોગી બને અને વિશ્વાસને આધારે સંબંધોના નિર્માણમાં ઉપયોગી બને તેવી શૈલીથી કામગીરી કરવી જોઈએ. જો તેઓ ગ્રાહકો અથવા સંભવિત ગ્રાહકોના સંપર્કમાં આવે તેવા સંજોગોમાં તેમણે કંપનીના પ્રતિનિધિઓ તરીકેના શિષ્ટાચારથી કામગીરી કરવી જોઈએ.

10. સરકાર સાથે સંબંધો-

સરકારી કર્મચારીઓ અને જાહેર અધિકારીઓ સાથેના સંપર્ક અને તેમની સાથેની કામગીરીનું યોગ્ય રીતે નિયમન કરવા લાગુ પડતા તમામ કાયદા અને નિયમનોનું સંપૂર્ણ પાલન કરવાની કંપની નીતિ ધરાવે છે. તેમ જ ઉચ્ચ નૈતિકતા,સિદ્ધાંતો અને કાનૂની ધોરણો વગેરે કારોબારને લગતી સંહિતાનું પાલન કરે છે.

11. સમયાંતરે સમીક્ષા -

વર્ષમાં એક વખત અથવા વધુ વખત આ સંહિતાની સમીક્ષા કરવામાં આવે છે ત્યારે કંપનીના દરેક ડિરેક્ટર અને સિનિયર મેનેજમેન્ટે તેનું પાલન કરવા સંહિતા અને સમજૂતીની યોગ્ય જાણકારી મેળવવી જોઈએ અને તેનો અમલ કરવો જોઈએ. જ્યારે નવા ડિરેક્ટરોની ડિરેક્ટરશીપ શરૂ થાય ત્યારે અને તેમ જ નોકરીની શરૂ થાય છે ત્યારે સિનિયર મેનેજમેન્ટ આ કાયદેસરના દસ્તાવેજ પર તેમની સહી કરે છે.

12. વેવર્સ -

કારોબારને લગતી આ આચાર સંહિતાની કોઈ પણ જોગવાઈના કોઈ પણ વેવર તેમ જ કંપની બોર્ડ ઓફ ડિરેક્ટરના એક સભ્ય અથવા એક એક્ઝિક્યુટીવ ઓફિસરના નૈતિક ધોરણોને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા લેખિતમાં મંજૂરી આપવામાં આવવી જોઈએ અને તુરંત જ તે પ્રસિદ્ધ કરવામાં આવેલ હોવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*
Website