Ashok-K-Royશ્રી અશોક કે રોય : બોર્ડના ચેરમેન.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી,ખડગપુરખાતેથી બી.ટેક (માનવ) સાથે એગ્રીકલ્ચર એન્જિનીયર અને ઈન્સ્યોરન્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના ફેલો શ્રી અશોક કે.રોય વર્ષ ૧૯૭૯માં ડાયરેક્ટ રિક્રુટ ઓફીસર તરીકે ઈન્ડિયન જનરલ ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા. જૂન, ૨00૮માં જનરલ મેનેજર તરીકે જીઆઈસી આરઈમાં ગયા તે અગાઉ તેમણે ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કં.લિમિટેડમાં ૨૯ વર્ષ સુધી વિવિધ ક્ષમતા ખાસ કરીને પ્રોપર્ટી અંડરરાઈટર તરીકે સેવા આપી હતી.

ડિસેમ્બર,૨0૧૧માં શ્રી રોયે એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયાના કાર્યકારી ચેરમેન-કમ-મેનેજીંગ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.તેઓ જાન્યુઆરી, ૨0૧૨માં જીઆઈસી આરઈના કાર્યકારી સીએમડી બનેલા અને એપ્રિલ ૨0૧૨માં તેમની જીઆઈસી આરઈના ચેરમેન-કમ-મેનેજીંગ ડિરેક્ટર તરીકે નિયુક્તિ થઈ હતી.

શ્રી રોય એસેટ મેનેજમેન્ટ કં.લિમિટેડના ચેરમેન પણ છે. તેઓ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા; ઈન્ડિયા રજીસ્ટર ઓફ શિપિંગ, ઈસ્ટ આફ્રિકા રીઈન્સ્યોરન્સ કં.લિમિટેડ, કેનિન્ડીયા એસ્યુરન્સ કં.લિમિટેડ., એશિયા રિઈન્સ્યોરન્સ કોર્પોરેશન એન્ડ ઈસીજીસી ઓફ ઈન્ડિયા લિમિટેડ.

શ્રી રોય ટીએસીની ટેકનિકલ સબ સમિટી (એન્જિનીયરિંગ)ના સભ્ય છે અને ડેવલપમેન્ટ ઓફ કોર ઈન્સ્યોરન્સ સોલ્યુશન (આઈએનએલઆઈએએસ) સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. ફાયર એન્ડ એન્જિનીયરિંગ મોડ્યુલના વિકાસ બાબતને જોતા મુખ્ય જૂથના વડા પણ છે. તેઓ મેનેજમેન્ટમાં બદલાવ, વાટાઘાટ કુશળતા અને કોર્પોરેટ ગવર્ન્સ સાથે સંકળાયેલ કેટલાક તાલિમ કાર્યક્રમો ખાતે સ્પીકર છે. તેઓ જીઆઈસી આરઈમાં એચઆર ડેવલપમેન્ટમાં તેમની વિવિધ પહેલ માટે પણ જાણીતા છે. જીઆઈસી આરઈ ખાતે નવિનીકરણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી રહી છે.

G-Srinivasanશ્રી જી.શ્રીનિવાસન: બી.કોમ, એફઆઈઆઈ,એસીએમએ

શ્રી જી.શ્રીનિવાસન ૧૮મી ઓક્ટોબર, ૨0૧૨થી ધ ન્યુ ઈન્ડિયા એશ્યુરન્સ કંપની લિમિટેડના ચેરમેન કમ મેનેજીંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર ધરાવે છે.

ન્યુ ઈન્ડિયાના સીએમડી તરીકે નિયુક્તિ થઈ તે અગાઉ તેઓ યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડના સીએમડી હતા. તેમણે ધ ન્યુ ઈન્ડિયા એસ્યુરન્સ કંપની (ટીએનટી) લિમિટેડ., ટ્રીનિદાદ એન્ડ ટોબેગોના મેનેજીંગ ડિરેક્ટર તેમ જ ન્યુ ઈન્ડિયા એસ્યુરન્સ કંપની કંપની લિમટેડના જનરલ મેનેજર તરીકે સેવા આપી છે. તેઓ ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રીમાં 33 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ૨૮,જુલાઈ, ૨0૧0થી જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર છે. તેઓ ન્યુ ઈન્ડિયા એસ્યુરન્સ કંપની (ટ્રીનિદાદ અને ટોબાકો) લિમિટેડ., પ્રેસ્ટીજ એસ્યુરન્સ પીએલસી, નાઈજેરિયા એન્ડ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ઈન્સ્યોરન્સ પીએલસી, સિંગાપોર માટે પણ ઉચ્ચ પદ પર રહી કામગીરી ધરાવે છે.

A-K-Saxena-શ્રી ડો.એ.કે.સક્સેના:

શ્રી ડો.એ.કે.સક્સેના ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ,દિલ્હીના ૧૨,જૂન, ૨૦૧૨થી ચેરમેન-કમ-મેનેજીંગ ડિરેક્ટર તરીકે કામગીરીની જવાબદારી ધરાવે છે. શ્રી ડો.એ.કે.સક્સેના અગાઉ ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડખાતે જનરલ મેનેજરની જવાબદારી ધરાવતા હતા.

ડો.એ.કે.સક્સેના વેટેરીનરી સાયન્સિસમાં અનુસ્નાતક અને બેચલર ઓફ લોની ડિગ્રી ધરાવે છે. તેઓ ઈન્સ્યોરન્સ ઈન્સ્ટિટ્યુ ઓફ ઈન્ડિયાના એસોસિએટ સભ્ય છે.

શ્રી ડો.એ.કે.સક્સેનાએ વર્ષ ૧૯૭૯માં ધ ન્યુ ઈન્ડિયા એસ્યુરન્સ કંપની લિમિટેડ (એનઆઈએ)ના એક અધિકારી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, અને ન્યુ ઈન્ડિયા એસ્યુરન્સ કંપની લિમિટેડની વિવિધ ઓફિસોમાં વિવિધ પદો અને સ્ટાફ જવાબદારીઓ સંભાળે છે. ઉત્તરપ્રદેશ અને મુંબઈ ઉપરાંત તેમણે ફિલિપાઈન્સમાં વધારાની જવાબદારી સંભાળે છે તેમ જ નૈરોબીમાં કેનિન્ડીયા એસ્યુરન્સ કંપની લિમિટેડ સાથે પણ જોડાયેલ. તેઓ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ઈન્સ્યોરન્સ પીટીઈ.સિંગાપોરના ડિરેક્ટર પણ છે.

Milind-A-Kharatશ્રી મિલિંદ ખરાટ :

શ્રી મિલિંદ ખરાટ તેઓ યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડના ચેરમેન-કમ-મેનેજીંગ ડિરેક્ટર તરીકે ઓક્ટોબરમાં કાર્યભાર સંભાળ્યો હતો.

શ્રી ખરાટ બોમ્બે યુનિવર્સિટીથી અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક અને એલએલબી છે. તેઓ ઈન્સ્યોરન્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના ફેલો છે.

શ્રી ખરાટે જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની ૧૯૭૯ની ડાયરેક્ટ રિક્રુમેન્ટ ઓફિસર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ન્યુ ઈન્ડિયા એસ્યુરન્સ કંપની લિમિટેડમાં ડિવિઝનલ મેનેજર, સિનિયર ડિવિઝનલ મેનેજર, પ્રાદેશિક બાબતોની કામગીરીનો હવાલો સંભાળવા સહિતના અનેક સ્તરે વિવિધ પદો પર કામગીરી ધરાવતા હતા.

શ્રી ખરાટને આંતરરાષ્ટ્રીય પદો પર ફિજી ટાપુ, અને જાપાનમાં ટોક્યોની જવાબદારી સંભાળી ચુક્યા છે. ફિજીમાં વર્ષ ૧૯૯૫થી ૨૦૦૧ દરમિયાન ચીફ મેનેજર તરીકેના સમય ગાળા દરમિયાન તેમની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ. તેઓ ફિજી રીઈન્સ્યોરન્સ કોર્પોરેશનના ડિરેક્ટર અને ઈન્સ્યોરન્સ કાઉન્સિલ ઓફ ફિજીના ચેરમેન તરીકેના પદ પર રહી કામગીરી કરેલી અને ફિજીના ઈન્સ્યોરન્સ એક્ટ, ૧૯૯૮ની સમીક્ષા કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું અને ફિજીમાં માર્ગ સુરક્ષાની જવાબદારી ધરાવતી ફિજી નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલના એક્ઝિક્યુટીવ સભ્ય તરીકે પોતાની સેવા બજાવેલી.

શ્રી ખરાટની વર્ષ ૨૦૦૪થી ૨૦૦૭ સુધી ન્યુ ઈન્ડિયા એસ્યુરન્સ કં.લિમિટેડની જાપાન ખાતેની કામગીરી માટે ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર તરીકે નિમણૂક થઈ હતી.તેઓ જાપાનની ફોરેન નોન-લાઈફ ઈન્સ્યોરન્સ એસોસિએશનના એક્ઝિક્યુટીવ કમિટી મેમ્બર અને વર્ષ ૨૦૦૭માં ઈન્ડો-ફ્રેન્ડશિપના ફાયનાન્સ કમિટી ઓફ સેલિબ્રેશનના સભ્યા હતા.

તેઓ એચઆર, ટ્રેઈનિંગ,મરીન કાર્ગો,મરીન હુલ,મોટર અને કાનૂની વિભાગો જેવા ક્ષેત્રો બહોળો અનુભવ ધરાવે છે.

યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડના ચેરમેન-કમ-મેનેજીંગ ડિરેક્ટર તરીકેની નિમણૂંક અગાઉ તેઓ એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડ,નવી દિલ્હીમાં સીએમડીનું પર સંભાળતા હતા.

V-Ramasamyશ્રી વી.રામાસામી:

વ્યવસાયિક રીતે ચાર્ટર્ડ એકાઉટન્ટ શ્રી વી.રામાસામી વર્ષ ૧૯૭૫માં ડાયરેક્ટ રિક્રુટ ઓફિસર તરીકે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં જોડાયેલ. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે વિવિધ ક્ષમતાથી કાર્ય કરેલ અને વર્ષ ૨૦૦૫માં તેની ચેરમેન કમ મેનેજીંગ ડિરેક્ટરના કેડર તરીકે રજૂ કરવામાં આવેલ.

તેમણે ઓક્ટોબર, ૨૦૦૫થી મે, ૨૦૦૯ સુધી નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં ચેરમેન કમ મેનેજીંગ ડિરેક્ટર તરીકે જોડાયેલ હતા.તેમની નિવૃતિ બાદ તેમની ઓગસ્ટથી ત્રણ વર્ષ માટે ઈન્સ્યોરન્સ ઓમ્બુડમેન, તામિલનાડુ તરીકે નિમણૂક થઈ હતી.

Kamlesh-S-Vikamseyશ્રી કામલેશ શિવજી વિકામસે:

મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કોમ થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એકાઉન્ટીંગ એન્ડ ફાયન્સ, ટેક્સેશન અને કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસિસમાં 30 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી),ન્યુયોર્કની ઓડિટ એડવાઈઝરી કમિટીના સભ્ય છે અને ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની એપેલેટ ઓથોરિટીના સભ્ય પણ છે. તેઓ વર્ષ ૨૦૦૫-૦૬ દરમિયાન આઈસીએઆઈના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને વર્ષ ૨૦૦૪-૦૫ દરમિયાન આઈસીએઆઈના વાઈસ પ્રેસિડેન્ટ પણ હતા. વર્ષ ૧૯૯૮થી ૨૦૦૭ સધી તેમની આઈસીએઆઈની સેન્ટ્રલ કાઉન્સિલના સભ્ય તરીકે પસંદગી થઈ હતી.તેઓ વર્ષ ૨૦૦૫-0૮ સુધી ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એકાઉન્ટ્સના બોર્ડના સભ્ય હતા.તેઓ વર્ષ ૧૯૮૨થી મેસસ ખિમજી કુવરજી એન્ડ કં સાથે સિનિયર પાર્ટનર તરીકે સંકળાયેલ છે. તેઓ ગવર્નન્સની સર્વગ્રાહી સમીક્ષા કરતી સ્ટીયરિંગ કમિટીના સભ્ય તેમ જ યુનાઈટેડ નેશન્સ સાથે ઓવરસાઈટ સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તરે વિવિધ સલાહકાર અને નિષ્ણાતોની સમિતિના સભ્ય તરીકે કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.

Mona-Bhideશ્રીમતિ મોના ભિડે:

મુંબઈ યુનિવર્સિટીથી બી.કોમ,એલએલ.બી,નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી, સ્કૂટ ઓફ લો,શિકાંગોથી એલએલ.એમ. તેઓ ઈન્ટરનેશનલ ફાયનાન્સ અને કોર્પોરેટ કાયદાને જોતી દવે એન્ડ ગિરીશ એન્ડ કંના મેનેજીંગ પાર્ટનર છે.શ્રીમતિ મોના ભિડે વિવિધ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ સાથે સલાહકાર તરીકે જોડાયેલ છે.

તેઓ મહારાષ્ટ્ર અને ગોવાના બાર કાઉન્સિલ, બોમ્બે બાર એસોસિએશન, ઈન્ટરનેશનલ સ્વેપ્સ એન્ડ ડેરિવેટીવ્ઝ એસોસિએશન,ઈન્ટરનેશનલ બાર એસોસિએશન, ન્યુ યોર્ક સ્ટેટ બાર એસોસિએશન, ઈન્ટર પેસિફિક બાર એસોસિએશન અને એશિયા પેસિફિક લોન માર્કેટ એસોસિએશનના તેઓ સભ્ય છે.

તેમણે ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, તકરારો અને કાનૂની વ્યવસાયના વૈશ્વિકીકરણના ક્ષેત્રમાં અમેરિકન બાર ફાઉન્ડેશન સાથે કામ કરેલ છે. તેમણે આંતરરાષ્ટ્રીય લો કંપની સેડવિક, જીપર્ટ મોરન અને આર્નોલ્ડ સાથે પણ કામ કરેલ છે.

તેઓ પ્રોજેક્ટ ફાયનાન્સ અને કોર્પોરેટ,વિલિનીકરણ અને હસ્તાંતરણોના વ્યવહારો, પુનઃગઠન તથા નાદારીને લગલી બાબતો અંગે જાણીતા વકીલ છે તેમ જ ગ્લોબલ કાઉન્સિલ 3000માં ભારતમાં કોર્પોરેટ બાબતોના વ્યવસાયીક છે.

તેઓ બેન્કિંગ,ફાયનાન્સ,કોર્પોરેશન,મર્જર્સ એન્ડ એક્વિઝીશન્સ તરીકે વ્યક્તિગત રીતે આગળ પડતો રેન્ક ધરાવે છે. તેઓ લીગલ ૫૦૦ દ્વારા તકરાર ઉકેલ અને એશિયા લો પ્રોફાઈલ્સ દ્વારા અગ્રણી વકીલ જેવી કામગીરી ધરાવે છે.

Warendra-Sinhaશ્રી વરેન્દ્ર સિંહા – મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓઃ

શ્રી વરેન્દ્ર સિંહા દિલ્હી યુનિવર્સિટી, હંસરાજ કોલેજના વિદ્યાર્થી છે અને જવાહરલાલ નેહરુ,નવી દિલ્હીથી અનુસ્નાતક થયેલા છે. તેઓ વર્ષ ૧૯૮૨માં ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ સાથે જોડાયા હતા અને બ્રાંચ,ડિવિઝન અને પ્રાદેશિક ઈન-ચાર્જ તરીકે દેશના વિવિધ ભાગોમાં વર્ષ ૨૦૦૮ સુધી કામગીરી કરી હતી. આ સમય ગાળા દરમિયાન તેમની ૪ વર્ષ માટે કેનિન્ડીયા એસ્યુરન્સ કંપની લિમિટેડ, નૈરોબી,કેન્યામાં ચાર વર્ષ માટે નિયુક્તિ થઈ હતી. વર્ષ ૨૦૦૮માં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે બઢતી મળતા તેઓ નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ,કોલકાતા સ્થિત હેડ ઓફિસ આવ્યા હતા, જ્યે તેઓ માર્કેટીંગ, પબ્લિસિટી અને બીપીઆરની કામગીરી જોતા હતા.

શ્રી સિંહા ઓક્ટોબર, ૨૦૧૨માં જીઆઈસી આરઈ સાથે જનરલ મેનેજર તરીકે જોડાયા હતા અને ત્યારબાદ મેનેજીંગ ડિરેક્ટર તરીકે જીઆઈસી હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડના વડા બન્યા.

ઈન્સ્યોરન્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલ હોવા ઉપરાંત શ્રી સિંહા ગેમ્સ, સંગીત, વાંચન અને મુસાફરી પણ કરે છે. શ્રી સિંહા મજબૂત કોમ્યુનિકેશન સાથે શ્રેષ્ઠ નેતાગીરીની કૂશળતા ધરાવે છે, તેમણે ટીમ મેનેજમેન્ટને લઈ પોતાની કાબેલિયતને સાબિત કરી છે. ગ્રાહકો સાથેના સંબંધોને લઈ તેમની કામગીરી દાખલારૂપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*
Website