ખોરાક, કપડા અને શિક્ષણ એમ ત્રણ જરૂરિયાત ઉપરાંત આવાસ પણ માનવજાત માટેની એક પાયાની જરૂરિયાત છે. આવાસ એ એક અત્યંત મહત્વનું ઘટક છે અને તે લોકોના સામાજીક-આર્થિક દરજ્જાનું મહત્વનું માપ છે. નીતિ વિષયક પહેલની દ્રષ્ટિએ આવાસ સેકટર એ અત્યંત મહત્વનું ગણવામાં આવે છે.
આવાસની સુસંગતતા લાંબા સમયથી સામાજીક જરૂરિયાત તરીકે માન્યતા ધરાવે છે, અને માનવજાત દ્વારા પાષાણયુગથી તેમાં થતા નવીનિકરણ અને શોધની અસરનો પ્રભાવ રહેતો આવ્યો છે.

માનવજાત માટે આવાસ અનિવાર્ય જરૂરિયાતો પૈકી એક છે. વસ્તીમાં વધારો અને જીવન ધોરણ સુધરવા સાથે આશ્રયસ્થાનની માંગમાં વૃદ્ધિ થઈ આવી છે, આ સાથે મકાનની ખરીદી માટે ધિરાણની પણ જરૂરિયાત ઊભી થઈ. આપણે મકાનને શ્રેષ્ઠ રોકાણ તરીકે ધ્યાનમાં લઈ છીએ અને સખત મહેનતથી કમાયેલા નાણાં અથવા બચતનું મકાનમાં રોકાણ કરવા ઈચ્છીએ છીએ,આ હકીકતોને જોતા આવાસ સેક્ટર કેટલું મહત્વ ધરાવે છે તે અંગે આપણે અંદાજ લગાવી શકીએ છીએ. મકાન ખરીદવા ધિરાણની જરૂરિયાતને સંતોષવા ઘણીબધી ગૃહ ધિરાણ સંસ્થાઓ રજૂ થયેલી.આજે તેઓ જેને હાઉસિંગ ફાયનાન્સ કંપનીઝ (એચએફસી) તરીકે ઓળખે છે તે ધિરાણ દ્વારા હાઉસિંગ સેક્ટરની વૃદ્ધિમાં વર્ષોથી યોગદાન આપી રહી છે. ખાસ કરીને હાઉસિંગ સેક્ટરને ધિરાણ ઉપલબ્ધ કરાવવાની તેમની કૂશળતા એ તેમનું સૌથી મજબૂત પાસુ છે. જીઆઈસી હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ (જીઆઈસીએચએફએલ) આ પ્રકારની પૃષ્ઠભૂમિ ધરાવે છે.

જીઆઈસી હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડની ૧૨મી ડિસેમ્બર, ૧૯૮૯ના રોજ ‘જીઆઈસી ગૃહ વિટ્ટા લિમિટેડ’ તરીકે કાર્યરત બનેલી.હાલમાં તેનું જે નામ છે તે ૧૬,નવેમ્બર, ૧૯૯૩ના રોજ કોર્પોરેશનનું નવેસરનું સર્ટીફિકેટ જારી કરી બદલીને રાખવામાં આવેલ. ભારતમાં વ્યક્તિગત અને અન્ય કોર્પોરેટને હાઉસિંગ પ્રવૃતિઓને વેગ આપવા સીધા ધિરાણના ક્ષેત્રમાં પ્રવેશ કરવાના ઉદ્દેશ સાથે કંપનીની સ્થાપના કરવામાં આવેલ. રહેઠાણ હેતુઓ માટે મકાનો/ફ્લેટના નિર્માણ સાથે સંકળાયેલ વ્યક્તિઓ/કંપનીઓને હાઉસિંગ લોનની ફાળવણી કરવાનો જીઆઈસીએચએફએલ પ્રાથમિક કારોબાર ધરાવે છે. કંપની ભારતમાં હાઉસિંગના ભવિષ્ય માટે દિર્ઘદ્રષ્ટિ ધરાવે છે. અને હંમેશા એવું માનવામાં આવે છેકે જીઆઈસીએચએફએલ તેની સફતા અને વૃદ્ધિ માટે સિદ્ધાંતો પર આધાર રાખે છે, જે આ પ્રમાણે છે;

  • સર્વિસ આધારીત માહોલમાં નાણાકીય સ્કીમોને અનુકૂળ ગ્રાહક મારફતે હાઉસિંગ પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવામાં કોર્પોરેટ સિટીઝનને આગળ વધારવા.
  • એક સારા કોર્પોરેટ નાગરિકના નૈતિક ધોરણને પ્રતિબિંબિત કરી સ્પર્ધાત્મક માહોલમાં મજબૂત બનવું અને વિકાસ કરવો.
  • સંપત્તિનું સર્જન કરવું અને શેરધારકોને યોગ્ય બદલો આપવો.

જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને તેની અગાઉની પેટાકંપનીઓ નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ધ ન્યુ ઈન્ડિયા એસ્યુરન્સ કંપની લિમિટેડ, ધ ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ વગેરે યુટીઆઈ,આઈસીઆઈસીઆઈ,આઈએફસીઆઈ,એચડીએફસી અને એસબીઆઈ સાથે મળી કંપનીને પ્રમોટ કરવામાં આવી હતી અને પ્રારંભિક શેરમૂડીમાં યોગદાન આપેલ.

જીઆઈસીએચએફએલ કારોબાર માટે દેશભરમાં ૫૩ જેટલી શાખા ધરાવે છે. તે એક મજબૂત માર્કેટીંગ ટીમ ધરાવે છે, જેને સેલ્સ એસોસિએટ્સ (એસએ) દ્વારા વધુ સહયોગ મળે છે. તે વ્યક્તિગત ઋણ લેનારને ધિરાણ પૂરું પાડવા બિલ્ડર્સ સાથે જોડાણ ધરાવે છે. તે વિવિધ હાઉસિંગ ધિરાણની જરૂરિયાતને પૂર્ણ કરવા કોર્પોરેટ સાથે પણ જોડાણ ધરાવે છે.

કંપનીના ઈતિહાસમાં મહત્વના ઘટના ક્રમ
વર્ષ ઘટના
1989 કંપની “જીઆઈસી ગૃહ વિટ્ટા લિમિટેડ” નામથી શરૂ થયેલી.
1989-91 કંપનીએ તેની કામગીરી ૮ સ્થળથી શરૂ કરેલી.
1991-92 કંપનીએ એમ્પ્લોઈ એન્ડ બિલ્ડર સ્કીમ હાઉસિંગ સ્કીમ શરૂ કરેલી.
1992-93 કંપનીનું નામ બદલી “જીઆઈસી હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ” કરવામાં આવેલ.કંપની દ્વારા અપના ઘર યોજના દાખલ કરી હતી.
1993-94 કંપનીએ ૧:૧ રાઈટ ઈસ્યુ રજૂ કર્યો, મૂડી સીમાચિન્હરૂપ સપાટી રૂ. ૧૦ કરોડની સપાટી કૂદાવેલી
1994-95 કંપનીએ તેનો આઈપીઓ રજૂ કરેલ અને રૂ. ૪૦ કરોડનું વધારાનું ભંડોળ એકત્રિત કરેલ.
1996-97 કંપનીએ કોમ્પ્યુટરાઈઝેશનની પ્રક્રિયા શરૂ કરેલી.
2003-04 કંપનીએ લોન મંજૂરી,વિતરણ અને નફાકારકતાંમાં ૪૦% કરતાં વધારે ઔદ્યોગિક વૃદ્ધિ દર નોંધાવેલ. તેને પરિણામે કંપનીએ વ્યક્તિગત હાઉસિંગ લોનમાં રૂ. ૫૦૦ કરોડના વાર્ષિક કારોબાર અને કુલ પોર્ટફોલિયોમાં રૂ. ૧૦૦૦ કરોડની સપાટીને વટાવી ગયેલ.
2004-05 કંપનીએ લોન મંજૂરી, વિતરણો અને નફાકારકતાંમાં 40 ટકા કરતાં વધારે ઔદ્યોગિક વૃદ્ધિ નોંધાવી હતી. કંપનીએ રૂ. ૧૬ ના દરથી પ્રત્યેક 2 શેર માટે ૧ ઈક્વિટી શેરના ગુણોત્તરથી ૮૯૭૫૬૧ ઈક્વિટી શેરનો રાઈટ ઈસ્યુ. ભરપાઈ થયેલી મૂડીની વૃદ્ધિ રૂ. ૨૬. ૯૩ કરોડ થયેલા.
2005-06 સંયુક્ત એનપીએ અને નફાકારકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું.
2006-07 રાઈટ ઈસ્યુ - પ્રત્યેક રૂ. ૧૦/-ની ફેસવેલ્યુ ધરાવતા ૨,૬૯,૨૫,૫૩૩ ઈક્વિટી શેર શેરદીઠ રૂ. ૩0/- પ્રિમિયમથી ૧ ઈક્વિટી શેર સામે ૧ ઈક્વિટી શેરના પ્રમાણથી કંપનીના શેરધારકોને હક્કના ધોરણે કુલ રૂ. ૧0૭,૭0,૨૧, ૩20થી બનેલ શેર જારી કરવામાં આવેલ અને ૧૯મી મે,૨૦૦૬ના રોજ ફાળવણી કરવામાં આવેલ. રાઈટ ઈસ્યુ બાદ કંપનીની શેર મૂડી રૂ. ૨૬.૯૩ કરોડથી અને શેર પ્રિમિયમ રૂ. ૮૦.૭૮ કરોડ વધેલ. ૩૧મી માર્ચ, ૨૦૦૭ના રોજ ભરપાઈ થયેલ મૂડી રૂ. ૫૩.૮૬ કરોડ હતી.વર્ષ દરમિયાન વધારવામાં આવેલ ૩0% ડિવિડન્ડ જાહેર કરેલ,જે અગાઉના વર્ષમાં ૧૫% હતું.વર્ષ દરમિયાન કંપનીએ વિરાર, મુંબઈના પૂર્વિય સબર્બ,મહારાષ્ટ્રમાં પોતાની શાખા ખોલી હતી.
2007-08 વ્યક્તિગત લોન પોર્ટફોલિયો રૂ. ૨000 કરોડને વટાવી ગયેલ અને ૩૧માર્ચ, ૨00૮ના રોજ તે રૂ.૨૪૨૭.૩૫ કરોડ હતું.
2008-09 વર્ષ દરમિયાન લોન પોર્ટફોલિયો રૂ. ૨૫00 કરોડને વટાવી ગયેલ અને 3૧મી માર્ચ, ૨00૯ના રોજ તે રૂ. ૨૬૮૨ કરોડ હતો.
2009-10 વર્ષ દરમિયાન કંપનીએ તેની પ્રથમ શાખા ગુજરાતમાં વડોદરા ખાતે ખોલેલી અને મહારાષ્ટ્રમાં પોતાનું નેટવર્ક વિસ્તારી નાગપુર અને નાશિક ખાતે શાખા ખોલી હતી.લાઈફ ઈન્સ્યોરન્સ કંપની સાથે જોડાણ કરી બાકી લોનના કવરને લંબાવી લાયક ઋણ લેનારને વૈકલ્પિક ગ્રુપ લાઈફ ઈન્સ્યોરન્સ કવર રજૂ કરેલ.
2010-11 વર્ષ દરમિયાન મંજૂર કરવામાં આવેલ વ્યક્તિગત લોનનું પ્રમાણ રૂ.૧000 કરોડના સીમાચિન્હને વટાવી ગયેલ.વર્ષ દરમિયાન મંજૂર કરવામાં આવેલ વ્યક્તિગત લોન રૂ.૧0૬૯ કરોડ થઈ હતી. વ્યક્તિગત લોન પોર્ટફોલિયો રૂ.3000 કરોડને વટાવી ગયેલ અને 3૧,માર્ચ, ૨0૧૧ના રોજ તે રૂ.3૪0૬ કરોડ હતો.એક વખતના ૧0% ખાસ ડિવિડન્ડ સહિત જાહેર કરવામાં આવેલ ડિવિડન્ડનું પ્રમાણ ૫૫% થાય છે.રાજસ્થાનમાં જોધપુરખાતે બીજી શાખા અને પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુરખાતે બીજી શાખા અને મહારાષ્ટ્રમાં કોલ્હાપુરખાતે એક શાખા ખોલી વિસ્તરણ કરેલ.
2011-12 વર્ષ દરમિયાન રૂ. ૧000 કરોડ કરતાં વધારે વ્યક્તિગત લોનનું વિતરણ કરેલ અને વર્ષ દરમિયાન રૂ. ૧0 ૬૯ કરોડનો પોર્ટફોલિયો ધરાવતા હતા. વ્યક્તિગત લોનનો પોર્ટફોલિયો રૂ.3૫00 કરોડની સપાટી વટાવી ગયેલ. 3૧માર્ચ, ૨0૧૨ના રોજ તે રૂ. ૩૮૬૪ કરોડ પોર્ટફોલિયો હતો.કંપનીએ સબર્બ મુંબઈમાં નેરે પાનવેલ ખાતે પોતાની નવી શાખા ખોલી મહારાષ્ટ્રમાં વધુ વિસ્તરણ કરેલ.
2012-13 કંપનીએ મધ્યપ્રદેશમાં ઈન્દોર ખાતે પોતાની પ્રથમ શાખા ખોલી.
2013-14 કંપનીએ પટણામાં પોતાની ૪3મી શાખા ખોલી
2013-14 કંપનીએ અમદાવાદા ખાતે તેની ૪૪મી શાખા ખોલી.
2013-14 કંપનીએ કલ્યાણખાતે પોતાની ૪૫મી શાખા ખોલી.
2013-14 કંપનીએ બોરીવલી ખાતે તેની 46મી બ્રાંચ ખોલી છે.
2013-14 કંપનીએ દેહરાદુન ખાતે તેની 47મી બ્રાંચ ખોલી છે.
2014-15 કંપનીએ મીરુત તેની 48મી શાખા ખોલી છે
2014-15 કંપનીએ બોઈસર ખાતે તેની 49મી બ્રાંચ ખોલી છે.
2014-15 કંપનીએ ગાઝીયાબાદ ખાતે તેની 50મી બ્રાંચ ખોલી છે.
2014-15 કંપનીએ મડગાંવ ખાતે તેની 51મી બ્રાંચ ખોલી છે.
2014-15 કંપનીએ દ્વારકા ખાતે તેની 52મી બ્રાંચ ખોલી છે.
2014-15 કંપની આ વર્ષે રજત જયંતિની ઉજવણી કરે છે.